૩૦૦૧ ભરવાડ સમાજની દીકરીઓના લગ્ન કરાવનારા આ બેચરદાદા છે કોણ? જાણો તેમના વિષે… – GujjuKhabri

૩૦૦૧ ભરવાડ સમાજની દીકરીઓના લગ્ન કરાવનારા આ બેચરદાદા છે કોણ? જાણો તેમના વિષે…

થોડા દિવસો પહેલા બનાસકાંઠામાં એક અનેરો અને ખુશીનો અવસર યોજાયો તો અહીંયા ૩૦૦૧ દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા. આ લગ્ન પ્રસંગમાં બધા જ લોકોએ હાજરી આપી હતી અને બધા જ લોકોએ આ દીકરીઓને આશીર્વાદ પણ આપ્યા હતા અને દીકરીઓએ તેમના જીવનમાં પ્રભુતાના પગલાંઓ પણ પડ્યા હતા.

થરાનગરમાં આ સમૂહ લગ્ન યોજાયો હતો, આ લગ્ન મહોત્સવ ત્રણ દિવસ સુધી યોજાયો હતો અને અહીંયા જુદા જુદા રાજ્યોમાંથી દીકરીઓ આવી હતી અને અહીંયા લગ્ન યોજાયા હતા. આ લગ્ન પ્રસંગમાં લાખો લોકોએ હાજરી આપી હતી અને તેમના દીકરા-દીકરીઓના લગ્ન પણ કરતા હતા.

આ સમૂહ લગ્નમાં બેચરદાદાએ કરોડો રૂપિયા ભેગા કર્યા હતા.આવી જ રીતે કરોડો રૂપિયાનો ખર્ચો કરીને આ દીકરીઓના લગ્ન કરાવનારા બેચર દાદા જેઓએ તેમના સમાજની દીકરીઓ માટે આ મોટો સેવાયજ્ઞ કર્યો હતો.

આ લગ્ન પ્રસંગમાં લોકોએ ખુબ જ ધામધૂમથી અને કોઈ પણ પ્રકારની તકલીફ વગર લગ્ન થઇ ગયા હતા. બેચર દાદાનું પૂરું નામ બેચરભાઈ તેજાભાઈ ગમારા છે અને તેમને દસ સંતાન છે.

જેમાંથી સાત બહેનો અને ત્રણ દીકરાઓ છે, આજે બધા જ લોકોએ અહીંયા લગ્ન કરાવ્યા છે. આમ આ પરિવારના લોકોનું જોરદાર સ્વાગત તેમના સમાજના લોકોએ કર્યું હતું. આવી જ રીતે બધા લોકો ખુશ પણ થઇ ગયા હતા, આ લગ્ન પ્રસંગે એક રેકોર્ડ પણ બનાવી દીધો છે. અહીંયા કમિટી પણ બનાવવામાં આવી હતી અને બધા જ લોકોએ મદદ કરીને મોટી સેવા કરી છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.