૨૪ વર્ષનો આ યુવક વોટરપાર્કમાં નોકરી કરતો હતો અને અચાનક જ તેની સાથે જે થયું તેનાથી આખા પરિવારમાં માતમ છવાઈ ગયો.
હાલમાં ઘણા અવનવા બનાવો બનતા હોય છે, ઘણા લોકોના મૃત્યુ અચાનક જ થઇ જતા હોય છે, હાલમાં મૃત્યુનું કઈ નક્કી જ નથી, કુદરતનો એક નિયમ છે જે વ્યક્તિએ આ દુનિયામાં જન્મ લીધો છે તે દરેક વ્યક્તિનું મૃત્યુ નક્કી જ છે. તેથી હાલમાં રોજબરોજ અવનવા ઘણા એવા પણ અકસ્માતો થતા હોય છે તેમાં ઘણા લોકોના મૃત્યુ પણ થઇ જતા હોય છે.
તે બનાવ બન્યા બાદ કેટલાય પરિવારોમાં માતમ છવાઈ જતો હોય છે, હાલમાં એક તેવો જ દુઃખદ બનાવ સામે આવ્યો હતો, આ બનાવ ભાવનગરના મહુવાના માઢીયા ગામેથી સામે આવ્યો હતો, આ ગામ પાસે એક નવો વોટરપાર્ક બન્યો છે, તે વોટરપાર્કનું નામ જય માતાજી છે, આ વોટરપાર્કમાં રાઇડર ઓપરેટરનું કામ કરતા શૈલેષભાઇ જેઓ હાલમાં ચાર માળ ઊંચે આવેલી એક રાઇડમાં પટ્ટો બાંધી રહ્યા હતા.
તે સમયે અચાનક જ શૈલેષભાઇનું બેલેન્સ બગડ્યું તો તે નીચે પડી ગયા હતા, શૈલેષભાઇની હાલમાં ૨૪ વર્ષની ઉંમર છે અને તે જેતલપુર ગામના મૂળ રહેવાસી હતા, શૈલેષભાઇ ચાર માળ ઊંચી રાઇડમાંથી નીચે પડી ગયા એટલે તેમને વધારે ગંભીર ઈજાઓ પહોંચી હતી, તો સારવાર માટે તરત જ શૈલેષભાઇને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
ત્યાં સારવાર દરમિયાન જ શૈલેષભાઇને ડોકટરોએ મૃત જાહેર કર્યા હતા, આ ઘટનાની જાણ પરિવારના લોકોને થઇ તો તરત જ પરિવારના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને દીકરાના મૃતદેહને જોઈને પરિવારના લોકો પણ ખુબ દુઃખી થઇ ગયા હતા અને જાણે આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હોય તેવું દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું હતું.