૨૩ વર્ષની આ યુવતીએ લોકોની સેવા કરવા માટે પોતાનો એન્જીનીયરનો અભ્યાસ છોડીને પંચાયતની ચૂંટણી લડી અને તેમાં જીત મેળવી તો લોકોએ દીકરીનું જોરદાર સ્વાગત કર્યું. – GujjuKhabri

૨૩ વર્ષની આ યુવતીએ લોકોની સેવા કરવા માટે પોતાનો એન્જીનીયરનો અભ્યાસ છોડીને પંચાયતની ચૂંટણી લડી અને તેમાં જીત મેળવી તો લોકોએ દીકરીનું જોરદાર સ્વાગત કર્યું.

આજે ગામડા વિસ્તારોમાં ઘણા એવા લોકો આપણને જોવા મળે છે જે ગામના વિકાસ માટે સતત આગળ વધતા હોય છે. ગામના વિકાસ માટે આજે ગામમાં સરપંચ કાર્યરત હોય છે એની સારા કામ કરીને સરપંચ ગામનો વિકાસ કરતા હોય છે.હાલમાં મધ્યપ્રદેશના ભોપાલમાં શહેરી સંસ્થાઓની ચૂંટણીનું પહેલા તબક્કાનું પરિણામ આવ્યું છે.જેમાં હાલમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક ૨૩ વર્ષની દીકરીએ જીત મેળવીને બધા જ લોકોના દિલ જીતી લીધા છે.

આ દીકરીનું નામ લલિતા છે અને તેઓએ આ જીત મેળવી છે અને બધા જ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.લલિતા ધુર્વે મંડલા જિલ્લાની જિલ્લા પંચાયત સીટ નંબર ૧૬ પરથી જીતી છે અને તેઓએ પિરયા ધ્રુવને ૩૯૦૦ મતથી હરાવી છે.આ સીટની ચૂંટણી માટે દિવસ રાત મહેનત કરી હતી અને તેઓએ પુરી તાકાત પણ કરી હતી અને આ જીત મેળવીને ખુબ જ ખુશ થઇ ગયા હતા.

લલિતા ધુર્વે મંડલા જિલ્લાની સૌથી યુવા ઉમેદવાર હતા અને તેઓએ હજુ તો એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. પણ તેઓએ આ ચૂંટણીને લીધે તેમનો અભ્યાસ પણ છોડી દીધો હતો.

તેઓએ લોકોના વિકાસ માટે અને કેટલીક મહિલાઓના હિત માટે કામ કરે છે અને તેથી જ તેઓએ આ ચૂંટણી જીતવા માટેનું પગલું ભર્યું અને તેઓએ જીતી ગયા હવે લોકોની સેવા કરશે અને લોકોની સેવા માટે સતત આગળ વધશે. તેઓ એવું કહે છે કે આજે બધા જ લોકોના આશીર્વાદથી અહીંયા સુધી પહોંચ્યા છે એટલે તેઓ બધા જ લોકોનું ખુબ જ ધ્યાન રાખશે.