૧ ચોપડી ભણેલા વ્યક્તિએ પોતાની સુજબુજથી દેશનું પહેલું થ્રેસર બનાવ્યું અને આજે થ્રેસર દેશ-વિદેશમાં ડંકો વગાડે છે…. – GujjuKhabri

૧ ચોપડી ભણેલા વ્યક્તિએ પોતાની સુજબુજથી દેશનું પહેલું થ્રેસર બનાવ્યું અને આજે થ્રેસર દેશ-વિદેશમાં ડંકો વગાડે છે….

દુનિયામાં ઘણા એવા આવિષ્કાર લોકો બનાવે છે જે દરેક લોકોને તેમના જીવનમાં ઘણું ઉપયોગી થતું હોય છે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને તેથી જ ખેતીના ઓજારો પણ રોજે રોજ નવા નવા આવતા હોય છે. જેમાં ખાસ કરીને જસદણનો મહત્વનો ફાળો પણ રહેલો છે.

જસદણમાં હળ અને થ્રેસરથી જસદણમાં હજારો લોકોને રોજગારી પણ મળે છે.કૃષિ ક્ષેત્રે મહત્વની વસ્તુ એટલે થ્રેસર વર્ષ ૧૯૬૨ માં બનાવવામાં આવ્યું હતું, જેની શોધ એક ચોપડી ભણેલા જીવરાજભાઈ રાઠોડે કરી હતી.

તેઓ મૂળ અમરેલીના લુણીધાર ગામના વતની હતા અને તેઓ જસદણમાં આવીને રહેતા હતા. તેઓએ અહીંયા આવીને ખેતીને લગતા ઓજારો બનાવવાનું ચાલુ કર્યું હતું, તેઓ ખુબ જ ઓછું ભણેલા હતા.

એક દિવસે તેમના હાથમાં એવું મેગેજીન આવ્યું કે તેમાંથી તેમને પ્રેરણા મળી અને પછી તેઓ આગળ વધ્યા અને આવી જ મશીનરી બનાવવાની ઈચ્છા થઇ હતી. પછી તેઓએ તેમના મિત્ર સાથે મળીને એક લાકડાનું થ્રેસર જોઈ આવીને તેઓએ આ કામ ચાલુ કર્યું હતું.

પછી પોતાની સુજબુજથી એવી ડિઝાઇન બનાવી અને એક વર્ષની મહેનત બાદ આ મશીન બન્યું.જેમાં ઘઉંના ડુંડામાંથી ઘઉંના દાણા અલગ પડતું મશીન બનાવ્યું હતું, જેમાં તેઓએ લાકડાના ડેનમાર્ક જેવા લાકડાના મશીન જેવું જ બનાવ્યું હતું અને પછી તેને પ્રયોગ પણ કર્યો હતા, ત્યારબાદ તેઓએ જુદા જુદા મશીન બનાવવાનું ચાલુ કર્યું હતુ. જેમાં આજે તેમનું મશીન દેશ અને વિદેશમાં ડંકો વગાડી રહ્યા છે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.