૧૮ વર્ષની યુવતીને ૫૫ વર્ષના વ્યક્તિ સાથે આંખ મળી જતા બંનેએ એકબીજા સાથે લગ્ન કરીને તેમના નવા દામ્પત્ય જીવનની શરૂઆત કરી. – GujjuKhabri

૧૮ વર્ષની યુવતીને ૫૫ વર્ષના વ્યક્તિ સાથે આંખ મળી જતા બંનેએ એકબીજા સાથે લગ્ન કરીને તેમના નવા દામ્પત્ય જીવનની શરૂઆત કરી.

રોજબરોજ ઘણી અવનવી ઘટનાઓ બનતી હોય છે, ઘણી ઘટનાઓ તો એવી બનતી હોય છે કે તે જાણીને દરેક લોકો ચોકી ઉઠતા હોય છે, દરેક લોકો આપણે જાણીએ જ છીએ કે પ્રેમ કરવા માટે ઉંમર મહત્વની નથી હોતી, પ્રેમ એ એક એવી વસ્તુ છે કે ગમે તે ઉંમરે ગમે તે સાથે થઇ શકે છે, હાલમાં એક તેવી જ ઘટના સામે આવી હતી.

આ ઘટના વિષે જાણીને દરેક લોકો આશ્ર્યચકિત થઇ ગયા હતા, ૧૮ વર્ષની એક યુવતીને ૫૫ વર્ષના એક વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો હતો તો બંને હંમેશા માટે એકબીજાના બની ગયા હતા, આ વ્યક્તિનું નામ ફારુક હતું, ફારૂકએ જણાવતા કહ્યું હતું કે મુસ્કાનને જોયા બાદ હું પ્રભાવિત થઇને તેની નજીક આવી ગયો હતો. ફારૂકના ઘરની નજીક જ મુસ્કાન રહેતી હતી.

તેથી ફારૂકને મુસ્કાનની ગાયકી ખૂબ જ પસંદ હતી. તેથી ફારૂક મુસ્કાનના ઘરે આવ્યો અને ધીરે ધીરે મુસ્કાન તરફ વધવા લાગ્યો એટલે મુસ્કાન ફારુકના પ્રેમમાં પડી હતી. ત્યારબાદ બંનેને એકબીજાને દિલની વાત કરી

અને બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું તો તે સમયે તેમના પરિવારના લોકોએ, મિત્રો અને સંબંધીઓએ ઘણું સમજાવ્યા તો પણ તેઓ સમજ્યા નહીં અને એકબીજાના બની ગયા હતા.

મુસ્કાનએ કહેતા જણાવ્યું હતું કે તે ફારૂક માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે એટલે કે તે ફારૂક માટે પોતાનો જીવ આપવા માટે પણ તૈયાર છે. ફારુકને મુસ્કાન સાથે પ્રેમ થઇ જતા ફારુકે મુસ્કાન સાથે લગ્ન કરી લીધા હતા, ફારુકએ તેના પહેલા લગ્ન ૫૫ વર્ષની ઉંમરમાં મુસ્કાન સાથે કર્યા હતા, આથી દરેક લોકો હાલમાં ફારૂક અને મુસ્કાનના પ્રેમની ચર્ચા ચારેય કોરે કરી રહ્યા હતા.