૧૮ લાખ રૂપિયાના પગારની નોકરી છોડીને આ ડોકટરે એક પણ રૂપિયો લીધા વગર લોકોની સેવા કરીને માનવતા મહેકાવી રહ્યા છે…. – GujjuKhabri

૧૮ લાખ રૂપિયાના પગારની નોકરી છોડીને આ ડોકટરે એક પણ રૂપિયો લીધા વગર લોકોની સેવા કરીને માનવતા મહેકાવી રહ્યા છે….

અત્યારના આધુનિક સમયમાં પણ ઘણા એવા લોકો હોય છે જે પોતાનો ઘણો એવો સમય બીજા લોકોની સેવા કરવા પાછળ લગાવતા હોય છે અને બીજા લોકોની સેવા કરીને માનવતા મહેકાવતા હોય છે. ઘણા લોકો વિદ્યાદાન, અન્નદાન, અંગદાન અને રક્તદાન જેવા દાન કરીને બીજા અનેક લોકોના જીવ પણ બચાવતા હોય છે.

તેથી હાલમાં સેવાનો સમય ચાલી રહ્યો છે, આજે આપણે એક એવા વ્યક્તિ વિષે વાત કરીશું, આ વ્યક્તિએ લાખો રૂપિયાનો પગાર છોડીને બીજા લોકોની સેવા કરીને માનવતા મહેકાવવાનું નક્કી કર્યું હતું, આ વ્યક્તિ એટલે લોકસમર્પણ બ્લડ બેન્કના સિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર છે. તેમનું નામ ડો. સનમુખ જોશી છે, તેઓએ આ સેવા કરવાનું એટલા માટે નક્કી કર્યું હતું.

ડો. સનમુખ જોશીનો વાર્ષિક પગાર ૧૮ લાખ રૂપિયા હતો એટલે તેમને આ પગાર નહિ લઈને સેવા આપવાનું હાલમાં નક્કી કર્યું હતું, જયારે દેશમાં કોરોના આવ્યો ત્યારથી જ તેઓએ નક્કી કરી લીધું હતું કે હું લોકોની સેવા કરીને માનવતા મ્હેંકાવીશ, તેથી આજે તેઓ આ કામ કરવા માટે અડધી રાત્રે પણ તૈયાર થઇ જાય છે અને લોકોની સેવા કરે છે.

ડો. સનમુખ જોશી મૂળ જૂનાગઢના આરેણ ગામના વતની હતા, ડો. સનમુખ જોશીએ પ્રાથમિક અભ્યાસ તેમના ગામમાંથી જ કર્યો હતો, ડો. સનમુખ જોશીએ એમએસસી પીએચડીના અભ્યાસ પછી યુકેમાં ટ્રેનિંગ લીધી હતી.

ડો. સનમુખ જોશીએ ઈમ્યુનો હીમેટોલોજીનો અભ્યાસ પૂરો કરીને આગળ જુદી જુદી જગ્યાએ કામ કર્યું હતું અને આજે તેઓ ૭૬ વર્ષની ઉંમરમાં પણ લોકોની સેવા કરીને માનવતા મહેકાવી રહ્યા હતા.