૧૬ વર્ષની દીકરીએ ચાલુ વરસાદમાં દોડીને ૨ સિલ્વર મેડલ જીત્યા તો પરિવારના લોકોએ ઢોલ નગારાં વગાડીને દીકરીનું ભવ્ય સ્વાગત કર્યું. – GujjuKhabri

૧૬ વર્ષની દીકરીએ ચાલુ વરસાદમાં દોડીને ૨ સિલ્વર મેડલ જીત્યા તો પરિવારના લોકોએ ઢોલ નગારાં વગાડીને દીકરીનું ભવ્ય સ્વાગત કર્યું.

આપણે ઘણા દીકરા અને દીકરીઓને જોતા હોઈએ છીએ જે તેમના જીવનમાં આગળ વધવા માટે ઘણી મહેનત કરતા હોય છે અને સફળતા મેળવીને માતાપિતાનું નામ રોશન કરતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે હિમાલય પર પહોંચી શકાય તે વાત માંજલપુરની ૧૬ વર્ષની દીકરીએ સાબિત કરીને બતાવી હતી.

આ દીકરીએ ફ્રાન્સમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્કૂલ ગેમ એથ્લેટિક સ્પર્ધામાં બે સિલ્વર મેડલ જીતીને પરિવારનું નામ રોશન કર્યું હતું, આ ૧૬ વર્ષની દીકરીનું નામ લક્ષિતા શાંડિલ્યે હતું, લક્ષિતાએ ચાલુ વરસાદમાં ૮૦૦ મીટર અને ૧૫૦૦ મીટરની દોડમાં ભાગ લઇને તેમાં સિલ્વર મેડલ જીતીને પરિવારનું નામ રોશન કર્યું.

લક્ષિતાએ બે સિલ્વર મેડલ મેળવ્યા તો તેના માતાપિતા તેની ખુશી રોકી શક્યા ન હતા, લક્ષિતાના પિતા વિનોદ શાંડિલ્ય અને કોચ રંધાવા સાથે રેલવે સ્ટેશને પહોંચી ગયા હતા અને ત્યાં પાંચ સો કરતા વધારે ખેલપ્રેમીઓનું સ્વાગત કરીને ભારત માતાકી જયના નારા લગાવ્યા તો આખું રેલવે સ્ટેશન ગુંજી ઉઠ્યું હતું.

લક્ષિતા એક સામાન્ય પરિવારની દીકરી હતી, લક્ષિતા લિટલ ફ્લાવર સ્કૂલમાં બારમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી, લક્ષિતાના પિતા વિનોદ શાંડિલ્ય ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરતા હતા, ફ્રાન્સમાં ૧૪ થી ૨૨ મી મે સુધી યોજાયેલી સ્પર્ધામાં વિવિધ દેશની ૬૫ જેટલી બાળાઓએ ભાગ લીધો હતો. જેમાં લક્ષિતાએ પણ ભાગ લીધો હતો, લક્ષિતાએ ૮૦૦ મીટરનું અંતર ૨૧૦ સેકન્ડમાં પૂરું કર્યું તો તેને સિલ્વર મેડલ મળ્યો.

૨૦૯ સેકન્ડ વાળી દીકરીને ગોલ્ડ મેડલ મળ્યો હતો, ત્યારબાદ લક્ષિતાએ ૧૫૦૦ મીટરની દોડ ૪૨૭ સેકન્ડમાં પુરી કરી તો બીજીવાર પર તેને સિલ્વર મેડલ મળ્યો અને ૪૨૫ સેકન્ડવાળી દીકરીને ગોલ્ડ મેડલ મળ્યો હતો, તો પણ લક્ષિતાએ હિંમત હાર્યા વગર તેની મહેનત કરવાની શરૂ રાખી હતી.