૧૫ બાળકોના જીવ બચાવનાર સુરતના જતીનભાઈને પોતાનો જીવ બચાવવા માટે ૪૦ લાખ રૂપિયાની જરૂર હતી તો માત્ર ૨ જ દિવસમાં ગુજરાતીઓએ દાનનો પ્રવાહ વહાવી દીધો… – GujjuKhabri

૧૫ બાળકોના જીવ બચાવનાર સુરતના જતીનભાઈને પોતાનો જીવ બચાવવા માટે ૪૦ લાખ રૂપિયાની જરૂર હતી તો માત્ર ૨ જ દિવસમાં ગુજરાતીઓએ દાનનો પ્રવાહ વહાવી દીધો…

૩ વર્ષ પહેલા સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા ટ્યૂશન ક્લાસીસમાં અચાનક જ આગ લાગી ગઈ હતી, તેના કારણે કુલ બાવીસ બાળકોએ તેમના જીવ ગુમાવ્યા હતા, બીજી તરફ જતીન નાકરાણી નામના એક યુવકે પોતાના જીવને જોખમમાં મૂકીને પંદર બાળકોનો જીવ બચાવીને માનવતા મહેકાવી હતી પણ જતીન ગંભીર રીતે ઘાયલ થયો હતો.

તેથી સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, છેલ્લા ત્રણ વર્ષથી જતીનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, તેથી સારવાર દરમિયાન લાખો રૂપિયાનો ખર્ચ થઇ ગયો હતો, જતીનના પરિવારના લોકોએ જતીનનો જીવ બચાવવા માટે તેની પાછળ પાણીની જેમ પૈસા વહાવી દીધા હતા, જતીનના પરિવારના લોકોએ તેમના દીકરાનો જીવ બચાવવા માટે બધું જ વેચી દીધું હતું.

આથી આજે જતીનના પરિવારની પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે અને હજુ પણ જતીનની સારવાર માટે ૪૦ લાખ રૂપિયાની જરૂર છે, તેથી આ વાતની જાણ જેવી ન્યુઝ ચેનલમાં થઇ તે સમયે તરત જ ગુજરાતના દાતાઓ જાગી ગયા અને જતીનની મદદ માટે સામે આવ્યા હતા, માત્ર બે દિવસમાં જ લોકોએ મન મૂકીને દાન આપ્યું હતું અને બે દિવસમાં ૨૨ લાખ રૂપિયા ભેગા થઇ ગયા હતા.

જતીનની મદદે વિદેશમાં રહેતા ભાઈઓ પણ સામે આવ્યા હતા અને જતીનની સારવાર થઇ શકે તે માટે દાન કર્યું હતું, જતીનના પરિવારના લોકોએ જતીનનો જીવ બચાવવા માટે લોન પણ લીધી હતી, જે સમયે સુરતમાં આગ લાગી તે સમયે જતીને તેના જીવની પરવા કર્યા વગર જ બાળકોનો જીવ બચાવ્યો હતો તો આજે જતીનને મદદની જરૂર છે, તેથી આ દીકરાને મદદ કરો.