૧૨ માં ધોરણમાં ભણતા ગરીબ ઘરના દીકરાએ અચાનક જ પોતાનું જીવન ટૂંકાવી દેતા આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો.
આજે વધતા જતા ટેક્નોલોજીના જમાના બાળકો મોબાઈલ માંજ ડૂબ્યા રહે છે અને જયારે જીવનમાં કોઈ તકલીફ કે સમસ્યા આવે ત્યારે પોતાના માતા પિતાને તે વાત કહી નથી શકતા અને અંદરએ અંદર ગુંગળાતા રહે છે.અને તકલીફ સહન ના થાય ત્યારે એવું પગલું ઉઠાવી લે છે કે જેનાથી આખો પરિવાર તકલીફમાં મુકાઈ જાય. આવી જ એક ઘટના જામવાડી જીઆઇડીસીથી સામે આવી છે.જ્યાં ૧૨ માં ધોરણમાં ભણતા વિધાર્થીએ પોતાનું જીવન ટૂંકાવી દેતા આખા પરિવારમાં સદાયની માટે માતમ છવાઈ ગયો.
મૃતક યુવકનું નામ સ્મિત છે અને તેનો જન્મ ખુબજ સામાન્ય પરિવારમાં થયો હતો. તેના માતા પિતા મજૂરીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેનો પરિવાર મૂળ લીમડીનો રહેવાસી છે.પણ મજૂરી કામ કરવા માટે સ્મિતનો આખો પરીવાર અહીં સ્થાઈ થયો હતો. સ્મિત બે ભાઈ અને બે બહેનોમાં સૌથી નાનો હતો અને તે ૧૨ માં ધોરણમાં પોતાનો અભ્યાસ કરી રહ્યો હતો. તે આની પહેલા પણ ઘર છોડીને જતો રહ્યો હતો પણ તે અચાનક જ પોતાના ઘરે આવી જતા માતા પિતાને હાશકારો થયો હતો.
સ્મિતને કોઈ તો તકલીફ હતી પણ તે કોઈને કહી નહતો શકતો.આખરે સ્મિતનો પરિવાર જે ઓરડીમાં રહેતો હતો તે ઓરડીમાં જ પોતાનું જીવન ટૂંકાવી દેતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
તરત જ આ વાતની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી પણ પ્રાથમિક તાપસમાં સ્મિતે આવું કેમ પગલું ઉઠાવ્યું એનું કોઈ કારણ સામે નથી આવ્યું. તેનો આખો પરિવાર આજે શોકમાં ગરકાવ થઇ ગયો છે.