૧૦ વર્ષની દીકરી પરિવારથી વિખુટી પડી ગઈ હતી તો પોલીસે ગણતરીના કલાકોમાં દીકરીનું માતા સાથે મિલન કરાવતા માતા દીકરીને ભેટીને રડી પડી…
ઘણી વખતે નાના બાળકો તેમના પરિવારથી વિખુટા પડી જતા હોય છે અને તેમને પોલીસ જ ફરી વખતે પરિવાર સાથે મિલન કરાવતી હોય છે જેથી આખો પરિવાર ખુબ જ ખુશ થઇ જતો હોય છે. આવી જ રીતે આપણી પોલીસ ચોવીસે કલાક ખડેપગે રહીને લોકોની ઘણી એવી સેવા કરતી હોય છે.આવા કેટલાય ઉદાહરણો આપણને જોવા મળે છે.આજે આપણે પોલીસના એક એવા સરાહનીય કામ વિષે જાણીએ જેમાં ગણતરીના કલાકોમાં પોલીસે પરિવારથી વિખુટી પડેલી દીકરીને તેના પરિવાર સાથે મિલન કરાવીને મોટું સેવાનું કામ કર્યું હતું.
આ કિસ્સો ગઢડા રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતી ૧૦ વર્ષની દીકરી સાથે બન્યો હતો, જેમાં આ દીકરી કૃપાલી બપોરે ગામમાં કંઈક લેવા માટે ગઈ હતી.પણ દીકરી ઘરે પછી નહતી આવી એટલે પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો.
આ દીકરીની માતા જાગૃતિબેને તરત જ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ વાતની જાણ થતા પોલીસે તેમની દીકરીની શોધખોળ કરવાની ચાલુ કરી દીધી હતી. તો પોલીસે આ દીકરીને શોધવા માટે પહેલા તો ટિમો બનાવી દીધી હતી અને દીકરીની શોધ કરી હતી.
પોલીસે આ દીકરીની શોધખોળ કરવામાં આવી અને તેથી જ આ દીકરી રાજકોટમાં હોવાનું જાણવા મળ્યું હતું અને તેથી જ પોલીસે રાજકોટમાંથી દીકરીને માતા સાથે ગણતરીના કલાકોમાં જ મિલન કરાવ્યું તો દીકરીને જોઈને માતા દીકરીને ભેટીને રડી પડી હતી.
આમ પોલીસે આ સારાહનીય કામ કરીને માનવતાનો દાખલો કાયમ કર્યો હતો. આ દાખલો બેસાડીને પોલીસે મોટી સેવાનું કામ કર્યું હતું અને દીકરીનું માતા સાથે મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.