૧૦ માં ધોરણમાં ભણતી દીકરીએ એકસાથે માતા પિતા ગુમાંવી દીધા, હજુ તે દુઃખ તો ઓછું નહતું થયું અને એટલામાં એવડું મોટું દુઃખ આવી પડ્યું કે દીકરીની આંખોમાં આંસુ નથી સુકાતા….. – GujjuKhabri

૧૦ માં ધોરણમાં ભણતી દીકરીએ એકસાથે માતા પિતા ગુમાંવી દીધા, હજુ તે દુઃખ તો ઓછું નહતું થયું અને એટલામાં એવડું મોટું દુઃખ આવી પડ્યું કે દીકરીની આંખોમાં આંસુ નથી સુકાતા…..

જીવનમાં અમુકવાર ધારી ના હોય તેવી તકલીફો આવી પડતી હોય છે. ૧૦ માં ધોરણમાં ભણતી દીકરીના જીવનમા પણ એક પછી એક એવી તકલીફો આવી કે આજે દીકરી ખુબજ મુશ્કીલમાં મુકાઈ ગઈ છે. આ દીકરીનું નામ મનીષા પાઠક છે. હજુ મનીષા ૧૦ માં ધોરણમાં જ ભણે છે.કોરોનામાં પહેલા મનીષાએ એકસાથે પોતાના માતા પિતા ખોઈ બેસતા તેના જીવનમાં ખુબજ દુઃખ આવી પડ્યું છેમનીષાના પરિવારમાં એક નાનો ભાઈ છે. માતા પિતાના મૃત્યુ પછી આજે દીકરીને ખુબજ તકલીફ પડી રહી છે.

દીકરીનું હજુ તો આખું ભવિષ્ય બાકી છે. તેની પાર તેના ભાઈની પણ જવાબદારી છે. હજુ માતા પિતાના મૃત્યુનું દુઃખ તો નહતું ઓછું થયું અને એટલામાં એક નોટિસ આવી કે તેને ૨૯ લાખ રૂપિયાની લોન ભરવાની છે.

જયારે દીકરીએ આ નોટિસ વાંચી તો તેના પગ નીચેથી જમીન જ ખસી ગઈ. દીકરીને ખબર પડી કે તેના પિતાએ લોન લીધી હતી અને તેમાં મૃત્યુ પછી કોઈએ લોન ના ભરાતા તેના વ્યાજ સાથે આજે ૨૯ લાખ રૂપિયાની લોન તેને ભરવાની છે.

અત્યારે મનીષામાં મામા તેનું ધ્યાન રાખે છે પણ તે પણ કયાંથી ૨૯ લાખ રૂપિયાની મદદ કરી શકે.દીકરીએ બેંકેને પત્ર લખીને પોતાની સ્થિતિ જણાવી છે, પણ બેન્ક તરફથી કોઈપણ જાતનો રીપ્લાય નથી આવ્યો. આજે દીકરી પાસે મદદ માંગવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. માટે આજે દીકરીએ સરકારને મદ્દ્દ માટે વિનંતી કરી છે. કે તે તેને આ તકલીફ માંથી બહાર કાઢે.