હોસ્પિટલમાં આગ લાગી તો હોસ્પિટલ સ્ટાફે પોતાના જીવની ચિંતા કર્યા વિના ૧૩ નવજાત બાળકોનો જીવ બચાવ્યો. – GujjuKhabri

હોસ્પિટલમાં આગ લાગી તો હોસ્પિટલ સ્ટાફે પોતાના જીવની ચિંતા કર્યા વિના ૧૩ નવજાત બાળકોનો જીવ બચાવ્યો.

પોતાની માટે તો આજે બધા જ લોક કામ કરે છે પણ બીજાની માટે પોતાનો જીવ જોખમમાં નાખી દે તેને આ દુનિયાનું સૌથી મોટો વ્યક્તિ કહેવામા આવે છે. આવી જ ઘટના અમદાવાદથી સામે આવી છે. જ્યાં એપલ હોસ્પિટલમાં આગ લાગતા આખા વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી.

હોસ્પિટલના ત્રીજા માળે આગ લગતા ત્યાં સારવાર લઇ રહેલા બાળકોનો જીવ જોખમમાં મુકાયો હતો.૧૨.૪૫ કલાકે પોતાની ફરજ પર પહોંચેલા કિરણ બેન કે જે એપલ હોસ્પિટલમાં નર્સ તરીકે પોતાની ફરજ નિભાવે છે.

તેને હોસ્પિટલ માં ત્રીજા માળે આગ લાગેલાની વાત સાંભળતાની સાથે જ હોસ્પિટલમાં દાખલ કરેલા નવજાત બાળકોની ચિતા સતાવાવ લાગી તરત જ તેમને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

હોસ્પિટલનો સ્ટાફ જે રજા પર હતો એ પણ તરત જ હોસ્પિટલમાં પહોંચી ગયો હતો અને લોકોના જીવ બચાવવા માટે મદદે લાગી ગયો હતો. હોસ્પિટલમાં જે સમયે આગ લાગી એ સમયે કુલ ૧૩ નવજાત બાળકો અને ૭૫ લોકો હોસ્પિટલમાં હાજર હતા એ સમયે બધા લોકોના જીવ તળિયે ચોંટી ગયા હતા.

તરત જ ફાયર વિભાગ અને હોસ્પિટલ સ્ટાફે બધા જ લોકોને બચાવી લીધા હતા.તરત જ બધા લોકોને બીજી હોસ્પિટલમાં સીફ્ટ કરવામાં આવ્યા હતા હોસ્પિટલ સ્ટાફે બધા જ લોકોને મદદ કરીને તેમનો જીવ બચાવ્યો છે. હોસ્પિટલ સ્ટાફે પોતાનો જીવ જોખમમાં મૂકીને દર્દીઓનો જીવ બચાવ્યો.