હીરો ન બની શક્ય તો કઈ નઈ,પણ આ વ્યક્તિએ ધંધો એવો કર્યો કે આજે મોટા-મોટા અભિનેતાને જરૂર પડે છે આ વસ્તુ….. – GujjuKhabri

હીરો ન બની શક્ય તો કઈ નઈ,પણ આ વ્યક્તિએ ધંધો એવો કર્યો કે આજે મોટા-મોટા અભિનેતાને જરૂર પડે છે આ વસ્તુ…..

સૌરાષ્ટ્રના ઉનામાં જન્મેલા કેતનભાઈ રાવલ પોતાના ખિસ્સામાં માત્ર ત્રણ હજાર રૂપિયા અને અભિનેતા બનવાનું સપનું લઈને મુંબઈ શહેરમાં ગયા.મુંબઈ જતાની સાથે જ તેમના જીવનનો મુશ્કેલ સમય શરૂ થઈ ગયો.કેતનભાઈ કોઈ ઓળખાણ વગર પણ હિંમત અને આંખોમાં કંઈક કરવાના સપના સાથે મુંબઈ પહોંચ્યા હતા.આજે કેતન રાવલનું નામ મુંબઈમાં સૌથી વધુ વેનિટી વાન ધરાવતી વ્યક્તિ તરીકે પ્રખ્યાત છે.

મુકેશ અંબાણીથી માંડીને બોલિવૂડના મોટા સુપરસ્ટાર,કોરિયોગ્રાફર અને હોલીવુડના સ્ટાર્સ પણ કેતન રાવલની વેનિટી વાનનો ઉપયોગ કરે છે.જ્યારે તે અભિનેતા બનવા મુંબઈ ગયા ત્યારે તેમણે વેનિટી વેનનો બિઝનેસ કેવી રીતે શરૂ કર્યો તેની સફર ખૂબ જ પ્રેરણાદાયી છે.કહેવાય છે કે મુંબઈમાં તમને રોટલો મળે પણ ઓટલો નહીં મળે.એ જ રીતે કેતનભાઈને પણ શરૂઆતમાં ઘણા દિવસો સુધી મુંબઈમાં રહેવાની જગ્યા મળી ન હતી.

તેમને જ્યાં જગ્યા મળી ત્યાં રેસ્ટોરંટમાં સૂઈને દિવસો વિતાવ્યા.જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ તેમણે ગુજરાતી નાટકોમાં બેક સ્ટેજ પર કામ કરવાનું શરૂ કર્યું.તેમને એક શો કરતી વખતે માત્ર 75 રૂપિયા મળતા હતા.પછી હિમેશે રેશમિયાના પિતા સાથે નોકરી શરૂ કરી.જેમણે તેમને 800 રૂપિયાનો માસિક પગાર અને રહેવા માટે એક ફ્લેટ આપ્યો.અભિનેતા બનવાનું સપનું હજુ તેમને છોડ્યું ન હતું.તેથી તે રાત્રે નાટકોમાં કામ કરવા જતા.

એક દિવસ તેમના બોસે તેમને જોયા અને તેમને કાઢી મુક્યા.પછી તેમણે ફરી એકવાર ઘર અને નોકરી શોધવાનું કામ શરૂ કર્યું.ધીરે ધીરે તે એક ફિલ્મ પ્રોડ્યુસરને મળ્યા અને નાની-નાની ભૂમિકાઓ મળવા લાગી.સિરિયલો,ગુજરાતી ફિલ્મો અને હિન્દી ફિલ્મોમાં નાની-નાની ભૂમિકાઓ ભજવીને તેઓ આગળ વધ્યા.હવે તેઓ ધીરે ધીરે સમજી રહ્યા હતા કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વેનિટી વેનની અછત છે.

તેમના મિત્રો સાથે મળીને પૈસા ભેગા કર્યા અને ભાગીદારીમાં વેનિટી વેન લીધી અને 2005 માં તેમના લગ્નના બે મહિનામાં અંદર જ તેમને કોઈ કારણ જણાવ્યા વગર કાઢી મુકવામાં આવ્યા અને કંપનીએ કરેલા નફામાંથી બાકાત કરી દેવાયા.આ મુશ્કેલ સમયે પત્નીએ આપેલી હિંમત અને પરિવારની મદદથી તેમણે ફરી એકવાર વેનિટી વેનનો બિઝનેસ શરૂ કર્યો.શરૂઆતમાં હપ્તા ભરવા કે દૂધ ઘરે લાવવાના પૈસા નહોતા.પરંતુ હિંમત અને ધીરજથી આજે તેઓ 65 વેનિટી વેનના માલિક છે.

તેઓ કહે છે કે જ્યારે મારી ત્રણ દીકરીઓનો જન્મદિવસ એક સાથે આવ્યો ત્યારે માતાજીએ તે દિવસથી ક્યારેય પાછું વળીને જોવા દીધું નથી.કારણ કે હું ખુશ હતો અને આજે હું મુંબઈમાં સૌથી વધુ વેનિટી વાનનો માલિક છું.કોરોનાના સમયગાળા દરમિયાન તેમની વેનિટી વાન મુંબઈ હાઈવે પર કામ કરતી મહિલા પોલીસ સ્ટાફને આપવામાં આવી હતી.જે દેશ અને તેના નાગરિકો પ્રત્યેની તેમની લાગણી દર્શાવે છે.ભવિષ્યમાં તે ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં નિર્માતા બનવાનું વિચારી રહ્યા છે.