| |

હિન્દુ યુવક સુરજ,અને મુસ્લિમ યુવતી ખાતૂન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા,2 વર્ષ પહેલા થયેલો પ્રેમ બંનેએ કર્યા લગ્ન….

કહેવાય છે કે પ્રેમનો કોઈ ધર્મ હોતો નથી.ઉત્તર પ્રદેશના આઝમગઢમાં રહેતા સૂરજ અને મોમીન ખાતૂને આ વાત સાચી સાબિત કરી છે.ઉત્તર પ્રદેશના આઝમગઢના ખાનપુર ફતેહના રહેવાસી સૂરજને બે વર્ષ પહેલા મુસ્લિમ યુવતી મોમીન ખાતૂન સાથે પ્રેમ થયો હતો.ધીમે ધીમે પ્રેમ વધવા લાગ્યો,પછી બંને એકબીજાને ગુપ્ત રીતે મળવા લાગ્યા.

આખરે સૂરજે ધર્મની દીવાલ તોડીને મુસ્લિમ છોકરીને અપનાવવાનું નક્કી કર્યું.જોકે યુવતીના પરિવારજનોને આ અંગેની જાણ થતાં તેઓએ ધર્મના કારણે વાંધો ઉઠાવ્યો હતો.જ્યારે સૂરજના પરિવારને કોઈ વાંધો નહોતો.એટલું જ નહિ મોમીન ખાતૂનના સંબંધીઓએ સુરજ અને તેના પરિવારના સભ્યો પર ઇસ્લામ ધર્મ અપનાવવા દબાણ કર્યું હતું.

પરંતુ મોમીન ખાતૂને ના પાડી.આ દરમિયાન બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને ​​આ વિસ્તારના સમ્મો માતા મંદિરમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.આ દરમિયાન છોકરાના ઘરના લોકો અને વિસ્તારના ઘણા લોકો હાજર રહ્યા હતા.કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્નથી મોમીન ખાતૂનના પરિવારજનો નારાજ છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવદંપતીને એક ખાસ કોમ્યુનિટી સંસ્થા તરફથી ધમકી આપવામાં આવી છે.વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના જિલ્લા મહાસચિવ ગૌરવ સિંહે સુરક્ષાની જવાબદારી લીધી છે.મામલો સામે આવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મહાસચિવ આ મામલે પોલીસ અધિક્ષકને મળ્યા છે અને નવપરિણીત યુગલને સુરક્ષા આપવાની વાત કરી છે.હાલમાં નવદંપતી આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કરી રહ્યાં છે.

Similar Posts