હિંમતનગર તાલુકાના આગીયોલ ગામની બહેનો દ્વારા બનાવવામાં આવતી મલમ છેક ઑસ્ટ્રેલિયા સુધી જાણીતી થઇ. – GujjuKhabri

હિંમતનગર તાલુકાના આગીયોલ ગામની બહેનો દ્વારા બનાવવામાં આવતી મલમ છેક ઑસ્ટ્રેલિયા સુધી જાણીતી થઇ.

સખી મંડળની બહેનો દ્વારા આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ જે આગીયોલનો આયુર્વેદિક મલમ ઑસ્ટ્રેલિયા સુધી પહોંચ્યો છે.શહેરની અને ગ્રામીણ ગરીબ કુટુંબને એક જૂથ અને સંગઠિત બની સ્વરોજગારીની દિશામાં આગળ વધે અને આર્થિક રીતે ઉન્નત બને તે માટે મિશન મંગલં હેઠળ સખી મંડળોની રચના કરવામાં આવે છે.

આવું જ એક મિશન સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના આગીયોલ સેવા સખી મંડળ જે આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ બનાવે છે.જે પ્રોડક્ટ આજે ઑસ્ટ્રેલિયા સુધી જાય છે જેના લીધે તે મંડળ મહિને ૫૦ હજારથી પણ વધુ કમાણી કરે છે.

જયારે મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે અત્યારના આધુનિક સમયમાં બજારમાં મળતા હેલ્થ તેમેજ સુંદરતા વધારવાના કેમિકલ પ્રોડક્ટનું વેચાણ ખુબજ પ્રમાણમાં થાય છે.જે દરેક લોકો સ્વાસ્થ્યને અને શરીરને નુકશાનકારક બને છે.

તેમના સેવા સખી મંડળ દ્વારા પ્રાચીન ઐષધીમાંથી કેમિકલ વગરની ઉત્પાદિત કરી વેચાણ માટે મૂકે છે જે શરીરને કોઈપણ પ્રકારની આડઅસર કરતી નથી અને ઘરમાં આ પ્રોડક્ટ નાના મોટા સભ્યો માટે આ પ્રોડક્ટ ફાયદાકારક સાબિત થાય છે તે સખી મંડળમાં ૨૦ બહેનો છે.

તે જાતેજ આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ બનાવીને વેચાણ કરે છે તે મંડળ દ્વારા આયુર્વેદિક માલીસ,તેલ,દંતમંજન,ચૂર્ણ,હેર ઓઈલ જેવી ૧૯ જેટલી હર્બલ પ્રોડક્ટ બનાવામાં આવે છે આ પ્રોડક્ટનું છેલ્લા ૧૨ વર્ષથી વિતરણ કરવામાં આવે છે જેમાં અત્યાર સુધી ૧૨ થી ૧૩ લાખનું ટુર્ન ઓવર બહેનો દ્વારા કરવામાં આવ્યું છે.