હિંમતનગરના આ ગરીબ ઘરના દીકરા સાથે થયું એવું કે તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો અને તેને ૪ લાખ રૂપિયાની જરૂર હતી અને અચાનક થયો એવો ચમત્કાર કે કોઈને વિશ્વાસ જ ના થયો. – GujjuKhabri

હિંમતનગરના આ ગરીબ ઘરના દીકરા સાથે થયું એવું કે તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો અને તેને ૪ લાખ રૂપિયાની જરૂર હતી અને અચાનક થયો એવો ચમત્કાર કે કોઈને વિશ્વાસ જ ના થયો.

હિંમતનગરથી માતા પિતા માટે એક લાલાબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જો તમારા ઘરે પણ નાનું બાળક હોય તો તમે પણ આ જરૂરથી વાંચજો. હિંમતનગરના ભાટવાસમાં રહેતા અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા પરિવારમાં જે થયું એનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું.

આ પરિવારનો દીકરો જૈવિક ઘરમાં રમતો હતો અને રમતા રમતા તેના હાથમાં એક વસ્તુ આવી ગઈ.નાના બાળકએ એટલી સમજના હોય અને તેને તે વસ્તુ પોતાના મોઢામાં નાખી દીધી અને તેનાથી તેની તબિયત ખુબજ બગડી ગઈ હતી.

દીકરાની આવી સ્થિતિ જોઈને માતા પિતા ખુબજ ચિંતામાં આવી ગયા હતા અને તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દીકરો જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો હતો.

માટે તેને વેન્ટિલેટર પણ રાખવામા આવ્યો હતો. હોસ્પિટલના લોકો દ્વારા દીકરાની સારવાર માટે ૪ લાખ રૂપિયાનો ખર્ચ કહ્યો હતો. આ સાંભળીને જ ગરીબ પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. પણ દીકરાનું નસીબ સારું હોવાથી.

આ વાતની જાણ વિરપ્રતાપ ફાઉન્ડેશને થઇ તો તેના સભ્યો આ દીકરાની મદદ માટે સામે આવ્યા.વિરપ્રતાપ ફાઉન્ડેશને દીકરાની સારવારના ૪ લાખ રૂપિયા હોસ્પિટલમાં ભરીને માનવતા મહેકાવી. માતા પિતાની ખુશીનો પાર ના રહ્યો.

માતા પિતાએ વિરપ્રતાપ ફાઉન્ડેશના બધા જ સભ્યોનો ખુબજ આભાર માન્યો જો તમારા ઘરમાં પણ નાનું બાળક હોય તો એ વાતની ખાસ તકેદારી રાખો કે કોઈ ખરાબ વસ્તુ તેમના હાથમાં ન આવી જાય.