હારીજમાં ગર્ભવતી મહિલાને અચાનક જ પ્રસુતિનો અસહ્ય દુખાવો થવા લાગ્યો તો ૧૦૮ ની ટીમે એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી કરાવીને મહિલા અને બાળકીનો જીવ બચાવીને નવું જીવનદાન આપ્યું. – GujjuKhabri

હારીજમાં ગર્ભવતી મહિલાને અચાનક જ પ્રસુતિનો અસહ્ય દુખાવો થવા લાગ્યો તો ૧૦૮ ની ટીમે એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી કરાવીને મહિલા અને બાળકીનો જીવ બચાવીને નવું જીવનદાન આપ્યું.

દરેક લોકો આપણે જાણીએ જ છીએ કે ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે, ડોકટરો દિવસ રાત એક કરીને અનેક દર્દીઓના જીવ બચાવતા હોય છે અને તેમને નવું જીવનદાન આપતા હોય છે, હાલમાં એક તેવી જ ઘટના સામે આવી હતી, આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે પાટણ શહેરની સાથે સાથે આખા જિલ્લામાં ૧૦૮ ની ટિમ તેમની કામગીરી બજાવી રહી હતી.

હારીજમાં એક ગર્ભવતી મહિલાને અચાનક જ પ્રસુતિનો દુખાવો ઉપડ્યો તો પરિવારના લોકોએ તાત્કાલિક જ ૧૦૮ ની ટિમને ફોન કર્યો તો તરત જ ૧૦૮ ની ટિમ ઘટનાસ્થળે આવી ગઈ અને ગર્ભવતી મહિલાને ૧૦૮ માં નોર્મલ ડિલિવરી કરાવીને મહિલા અને બાળકીનો જીવ બચાવીને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવી, આ બનાવ અંગે વધારે જાણકારી મળતા.

હારીજ તાલુકાના નાના ગામમાં રહેતા ઠાકોર પરિવારની ગર્ભવતી મહિલાને અચાનક જ પ્રસુતિનો દુખાવો ઉપડ્યો તો પરિવારના લોકોએ તરત જ ૧૦૮ની ટીમને ફોન કર્યો તો તાત્કાલિક જ ૧૦૮ની ટિમના પાયલોટ કમલેશ પટેલ અને ઇએમટી ધીરેન્દ્ર સોલંકી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ત્યાં આવીને મહિલાની તપાસ કરી અને ૧૦૮ માં બેસાડીને મહિલાને હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહી હતી.

તે સમય દરમિયાન અચાનક જ મહિલાને પ્રસુતિનો અસહ્ય દુખાવો થવા લાગ્યો તો ૧૦૮ના કર્મચારીઓએ ગર્ભવતી મહિલાની ૧૦૮ માં જ નોર્મલ ડિલિવરી કરાવીને મહિલા અને નવજાત બાળકીનો જીવ બચાવી લઈને નવું જીવનદાન આપ્યું હતું.

ત્યારબાદ વધુ સારવાર માટે મહિલા અને બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ પરિવારના લોકોએ ૧૦૮ ની ટીમના કર્મચારીઓનો દિલથી આભાર માન્યો હતો.