હાથપગમાં વારંવાર ખાલી ચડતી હોય તો ચેતી જજો, તમને આ ગંભીર કારણથી પણ ખાલી ચડી શકે છે… – GujjuKhabri

હાથપગમાં વારંવાર ખાલી ચડતી હોય તો ચેતી જજો, તમને આ ગંભીર કારણથી પણ ખાલી ચડી શકે છે…

દરેકે દરેક વ્યક્તિને તેના જીવનમાં હાથ અને પગમાં ખાલી ચડી જ હશે. આપણા શરીરમાં અને હાથ વાળા અને પગ વાળા ભાગમાં બ્લડ સર્ક્યુલેશન અટકવાથી ખાલી ચડી જતી હોય છે.

તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ જો તમને વારંવાર ખાલી ચડે છે તો તેને થોડું ગંભીરતાથી લેજો. આ ખાલી શરીરમાં કેલ્શિયમની ઉણપથી થાય છે તો પણ આ ખાલી વારંવાર થાય છે.

જો એવું થાય તો આયુર્વેદમાં કહેવાયું છે કે, દૂધ અને કેળા ખાવાના વધારી દેવાના. તેની સાથે સાથે આપણા શરીરમાં જો કેલ્શિયમની ઉણપ સર્જાય તો હાડકા પણ બરડ થઇ જાય છે. શરીરમાં વિટામિન બી ૧૨ ની ઉણપ હોય તો પણ ખાલી ચડી શકે છે.

તો તેની માટે આથાવાળો ખોરાક, લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ લેશો તો વિટામિન બી ૧૨ ની ઉણપ પુરી થઇ જશે. જો તમારા શરીરમાં આર્યન જેને હિમોગ્લોબીન કહેવામાં આવે છે. પુરુષોમાં ૧૩ થી ૧૪ ટકા લોહી હોવી જોઈએ અને સ્ત્રીઓને ૧૧ થી ૧૨ ટકા હોવા જોઈએ.

જો તમારું હિમોગ્લોબીન ૧૦ થી નીચું હોય તો પણ તમને હાથ પગમાં ખાલી ચડી શકે છે. લોહતત્વ વધારવા માટે તમારે પાલકની ભાજી, દેશી ગોળ અને બીટનું સેવન કરવાનું છે જેનાથી તમારું હિમોગ્લોબીન વધી જશે,

જેથી આ ખાલીની સમસ્યા સામે રાહત મળશે. જો ગરદનનો કે કમરનો કોઈ મણકો દબાતો હોય તો પણ તમારે કાળજી લેવાની છે. નઈ તો તેનાથી પેરાલીસીસ ભયંકર બીમારી પણ થઇ શકે છે. તેની માટે એક જ ઈલાજ છે તમારે આરામ કરવાનો છે અને આ સમગ્ર તકલીફો જણાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

નોધ:- અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.