હવે 5 વર્ષના બાળકનું કોણ? કોણ સમજાવશે કે માતા આ દુનિયામાં નથી રહ્યા હવે ,જામનગર,રાજકોટ અને અમદાવાદના કુલ 11 તબીબોની ટીમે ઓર્ગન ડોનેટ કરવાની કાર્યવાહી પૂર્ણ કરી…. – GujjuKhabri

હવે 5 વર્ષના બાળકનું કોણ? કોણ સમજાવશે કે માતા આ દુનિયામાં નથી રહ્યા હવે ,જામનગર,રાજકોટ અને અમદાવાદના કુલ 11 તબીબોની ટીમે ઓર્ગન ડોનેટ કરવાની કાર્યવાહી પૂર્ણ કરી….

જામનગરના પીએચડીની પદવી મેળવનાર એવા આશાસ્પદ પ્રોફેસર મહિલા કે જેઓ અકસ્માતગ્રસ્ત બન્યા પછી બ્રાન્ડેડ જાહેર થયા હતા.ત્યારે તેમના પરિવારજનો દ્વારા ઓર્ગન ડોનેશન માટેની તૈયારીઓ દર્શાવી હતી.જેને લઈને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલના તબીબો દ્વારા તેમના ઓર્ગનને સક્રિય રાખવા માટેની તૈયારીઓ ચાલી રહી હતી.

જામનગર,રાજકોટ અને અમદાવાદના કુલ 11 તબીબોની ટીમ તેમજ વહીવટી તંત્ર વગેરેના સંયુક્ત પ્રયાસોથી સતત 6 કલાકની જહેમત બાદ બે કિડની,એક લીવર,બે આંખ અને સ્કીન સહિતના છ ઓર્ગન ડોનેટ કરવાની કાર્યવાહી પૂર્ણ કરી લેવાઈ છે.જેના કારણે તૃષાબેન પોતે તો જીવિત રહી શક્યા નથી.પરંતુ અન્ય છ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે.

તમને જણાવીએ કે બ્રેઇન ડેડ થયેલ તૃષાબેન શૈલેષભાઈ મહેતા કે જેઓ પોતે પી.એચ.ડી કરી શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારી એવી પ્રગતિ મેળવી હતી અને 20 વર્ષના લગ્ન જીવનનમાં 15 વર્ષ બાદ સંતાનનું સુખ પ્રાપ્ત થયું હતું.પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હોય તેવું માની પરિવાર દિવસો પસાર કરી લેશે.પણ માત્ર 5 વર્ષના નાના બાળકને કોણ સમજાવશે?કે માતા હવે દુનિયામાં રહ્યા નથી.

પરિવાર દ્વારા એક આશા રખાઈ રહી છે કે પોતાના સ્વજનને તો પરત નહીં મેળવી શકાય પણ તૃષાબેનના આત્માને શાંતિ મળે તે માટે પોલીસ વિભાગ અને સરકાર આ ગુનામાં દાખલા સ્વરૂપ કાર્યવાહી હાથ ધરે. જેથી કરી ભવિષ્યમાં કોઈ નિર્દોષ માણસનો હસતો રમતો પરિવાર દુઃખોની ખાઈમાં ન ધકેલાઈ.