હવે વિકી કૌશલ અને કેટરિના કૈફને મળી છે જાનથી મારી નાખવાની ધમકી, અભિનેતાએ નોંધાવી ફરિયાદ,જાણો શું છે સમગ્ર મામલો – GujjuKhabri

હવે વિકી કૌશલ અને કેટરિના કૈફને મળી છે જાનથી મારી નાખવાની ધમકી, અભિનેતાએ નોંધાવી ફરિયાદ,જાણો શું છે સમગ્ર મામલો

સ્ટાર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલને સોશિયલ મીડિયા પર કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે.મુંબઈ પોલીસે જણાવ્યું કે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

વિકીની ફરિયાદ પર પોલીસે કલમ 506 (2),354 (ડી) અને IPC R/W કલમ 67 IT એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.વિકી કૌશલનો આરોપ છે કે એક વ્યક્તિ તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે અને આરોપી તેની પત્ની કેટરિના કૈફને પણ ધમકાવી રહ્યો છે અને તેને ટ્રેક કરી રહ્યો છે.

વિકી અને કેટરીના પહેલા જૂનમાં અભિનેત્રી સ્વરા ભાસ્કરને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.આ પત્ર અભિનેતાના વર્સોવા સ્થિત નિવાસસ્થાને મોકલવામાં આવ્યો હતો.પત્ર મળ્યા બાદ સ્વરા વર્સોવા પોલીસ સ્ટેશન પહોંચી અને અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

જો કે વિકી કૌશલ અને કેટરીના કૈફ ગયા વર્ષે 9 ડિસેમ્બરે લગ્ન કરી લીધા હતા.તાજેતરમાં વિકી અને કેટરીના તેમના નજીકના મિત્રો સાથે કેટરિના કૈફના જન્મદિવસની ઉજવણી કરવા માટે માલદીવ ગયા હતા.16 જુલાઈએ કેટરિનાએ તેનો 39મો જન્મદિવસ ઉજવ્યો.તેના જન્મદિવસની ઘણી ખાસ તસવીરો પણ જોવા મળી હતી.