હવે લૂંટવાનો આવ્યો નવો તરીકો,તમારા મોબાઈલમાં પણ આ એપ હોય તો હાલ જ ડિલીટ કરજો,આ યુવાન કર્યું કઈક આવું…. – GujjuKhabri

હવે લૂંટવાનો આવ્યો નવો તરીકો,તમારા મોબાઈલમાં પણ આ એપ હોય તો હાલ જ ડિલીટ કરજો,આ યુવાન કર્યું કઈક આવું….

ઈન્ટરનેટની દુનિયામાં આજે દરેક લોકો મોબાઈલના એટલા વ્યસની થઇ ગયા છે કે કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત રહે છે.આપણે સૌ જાણીએ છીએ કે આપણા ફોનમાં અનેક પ્રકારના એપ આજે ઉપ્લબ્ધ છે.પણ કહેવાય છેને સાવચેતીમાં જ સલામતી.તમને જણાવીએ કે આવામાં છેતરપીંડીના પણ મામલાઓમાં વધારો થયો છે.

હવે ચાઇનીઝ એપ દ્વારા શહેરના એક યુવકને ઓનલાઇન લોન આપી વધુ રૂપિયા વસૂલવાની ધમકી આપી તેના ફોટા એડિટ કરી વાઈરલ કરનાર ટોળકીના ત્રણ શખસને વડોદરા સાયબર ક્રાઇમની ટીમ દ્વારા દિલ્હીથી ઝડપી લેવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ પ્રશાંત જગતાપ વડોદરામાં રહે છે.અગાઉના સમયમાં તેણે CashBusNew નામની એક ચાઇનીઝ એપ્લિકેશન પરથી ઓનલાઇન લોન લીધી હતી.

યુવાને મહેનત કરી નિશ્ચિત સમયમર્યાદામાં વ્યાજ સાથે લોનની ભરપાઇ કરી દીધી હતી.આ છતાં જુદાજુદા નંબરથી વોટ્સએપ કોલ દ્વારા વધુ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી તેમજ સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેની તસવીર એડિટ કરી ફરતા કરી દેવાની ધમકી મળતી હતી.આ બાદ યુવકને મોબાઇલમાં એક SMS રીસીવ થયો અને તેમાં આવેલ લિંક પર ક્લિક કરતા તેનો મોબાઇલમાં એક સાથે ચાર ચાઇનીઝ એપ ડાઉનલોડ થઇ ગઇ હતી.

બાદમાં લોનની રકમની માંગણી કરવામાં આવી રહી હતી જો કે યુવકે કોઈ પણ લોન લીધી નોહતી.તેમજ જો તે પૈસા ન આપે તો તેનો ફોટો એડિટ કરીને વાયરલ કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી.થોડા જ ઘણતરીના સમયમાં યુવકના મિત્રો અને સગા-સબંધીઓથી વીભત્સ ફોટો મળવાની વાત યુવકને મળવા લાગી.જો કે ઘટના બાદ યુવકે વડોદરા સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી.

ટીમે તાત્કાલિક પગલાં લઇ માહિતીના આધારે દિલ્હી ખાતેથી ત્રણ શખસને ઝડપી લીધા.ઝડપાયેલા શખસમાં સંદિપ કુમાર કેદારપ્રસાદ માતો,લક્ષ્મણ રાજનસિંગ ચૌહાણ અને અબુસુફીયાન રહેમાનનો સમાવેશ થાય છે.મળતી માહિતી મુંજબ અબુસુફીયાન અગાઉ વર્ષ 2018માં ચીન જઇને ચાઇનીઝ ભાષા શીખ્યો હતો.આ સાથે તે ત્યાં ઘણી કંપનીઓમાં નોકરી કરી ચુક્યો છે.ત્યાર બાદ કંપની બંધ થઇ જતાં અબુસોફિયા નીકોલસ નામના વ્યક્તિના સંપર્કમાં રહીને તેના આઇડી પાસવર્ડ મેળવીને લોન રિકવરીનું કામ તેના માણસોને પાસે કરાવતો હતો.આ ઘટના પરથી જાણવા મળે કે કોઈપણ પ્રકારની લિંક સમજ્યા વગર ઓપન કરવી જોઈએ નહિ.