હવે યુવકો નહીં પણ યુવતીઓ પણ ચેતીજજો,સુરતમાં યુવતી પર પોતાનો જ ખરાબ વિડીયો આવ્યો,પછી થયું…. – GujjuKhabri

હવે યુવકો નહીં પણ યુવતીઓ પણ ચેતીજજો,સુરતમાં યુવતી પર પોતાનો જ ખરાબ વિડીયો આવ્યો,પછી થયું….

સુરતમાં કોલેજનો અભ્યાસ કરતી યુવતી સાથે એવી ઘટના બની છે કે જે દરેક માટે ચેતવણી સમાન કિસ્સો છે.આજે સોશીયલ મીડિયાના યુગમાં ઢગલાબંધ ફોટા અને વિડીયો વાયરલ થતા હોય છે.આવામાં ઘણા લોકો ફેક પ્રોફાઈલ બનાવીને મિત્ર બનતા હોય છે.બાદમાં મીઠી મીઠી વાતો કરી પોતાની જાળમાં ફસાવતા હોય છે.આ હરોળમાં ઘણી યુવતીઓના અશ્લીલ ફોટા કે વિડીયો આવા નરાધમો પાસે પોહ્ચતા

તેઓ વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતા હોય છે.સુરતમાં એક આરોપીએ પોતાના જ મિત્રની સોશિયલ મીડિયા આઈડીથી મિત્રની પ્રેમિકા સાથે ચેટ કરી અશ્લીલ હરકતોનું સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું હતું અને વિડીયો વાયરલ પણ કરી દીધો હતો.સાથે સાથે યુવતીને પણ મોકલ્યો હતો

ત્યારે સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીને તાત્કાલિક સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી પડી હતી.તેને જણાવ્યું કે આસ્થા અગ્રવાલના નામથી એપ્રિલ મહિનામાં એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી.તેણે મેં ભી એક લડકી હું તેવી રીતે ચેટિંગ કર્યા બાદ તે જ આઈડીથી એક વિડીયો મોકલ્યો હતો.જે ખોલતા જ યુવતી ચોંકી ગઈ હતી.કારણે કે તેમાં બીજું કોઈ નહીં પરંતુ તે યુવતીનો પોતાનો જ અશ્લીલ વિડીયો હતો.

પોલીસે જ્યારે યુવતીના બોયફ્રેન્ડની પૂછપરછ કરતા તેણે આવું રેકોર્ડિંગ કર્યાનું અને તે દિવસે વાત જ ન કરી હોવાનું જણાવ્યુ હતું.ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરતા આ યુવતીના બોયફ્રેન્ડની આઈડી પાસવર્ડ તેના મિત્ર નિર્મલ ચૌહાણને ખબર હોવાનું સામે આવતા પોલીસ તેને ઉઠાવીને લાવી હતી અને પૂછપરછ કરતા તેણે જ સમગ્ર કાંડ કર્યાનું કબુલ્યું હતું.

એક સાયબર એક્ષ્પર્ટના જણાવ્યા મુજબ ક્યારે પણ સોશ્યિલ મીડિયામાં કોઇ પણ અજાણી વ્યક્તિ સાથે મિત્રતા ન કરવી તેમજ પોતાનો પર્સનલ ફોટો કે માહિતી શેર ન કરવી.ખાસ કરીને અજાણ્યો વ્યક્તિ વીડિયો કોલ કરે તે ક્યારેય રિસીવ ન કરવો.હેરાન કરતા વ્યક્તિને તાત્કાલિક બ્લોક કરી દેવો જોઇએ.

આવા કેસોમાં ભોગ બનનારી વ્યક્તિઓ સમાજમાં બદનામીને લઇ પોલીસમાં ફરિયાદ કરતા નથી અને અમુક લોકો તો ડરથી સામેવાળો જે કહે એ કરવા તૈયાર થઇ જાય છે.સાયબર ક્રાઇમ પોલીસ આવા સંજોગોમાં ફરિયાદીનું નામ ગુપ્ત રાખે છે કે જેથી તેની ઓળખ ન થાય.જેથી ભોગ બનનારે તાત્કાલિક સાયબર ક્રાઇમની મદદ લેવી જોઇએ.