હવે ફરીથી તૈયાર રાખજો રેઇનકોટ અને છત્રી,હવામાન વિભાગે કરી આ વિસ્તારમાં વરસાદની આગાહી…. – GujjuKhabri

હવે ફરીથી તૈયાર રાખજો રેઇનકોટ અને છત્રી,હવામાન વિભાગે કરી આ વિસ્તારમાં વરસાદની આગાહી….

હવે વરસાદના વિશ્રામ બાદ ફરીથી વિદાયના સમયે મેઘો વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરે છે,આજથી સત્તાવાર કચ્છમાંથી ચોમાસાની વિદાય થઈ પણ નથી ફરીથી હવામાન વિભાગે આગાહી કરી છે,આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જયારે અમદાવાદમાં 23 તારીખે વરસાદી ઝાપટા પડવાની શકયતા છે.તેથી રાજ્યમાં 23 થી 25 સપ્ટેમ્બરે ની વચ્ચે વરસાદ પાડવાની શક્યતા છે.

આ સાથે નવસારી જિલ્લામાં પણ મેઘરાજાએ થોડા દિવસોથી સુધી મેઘરાજા મહેરબાન હતા.જ્યારે ભારે વરસાદના કારણે આખા જિલ્લામાં જનજીવન અસ્થ્વ્યસ્થ થયું હતું.નવસારી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા તો બીજી તરફ જિલ્લાના ઉપરવાસમાં વરસાદને કારણે નદીઓમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.જ્યારે જલાલપુરમાં પણ મેઘાની તોફાની બેટિંગને પગલે 4 ઈંચ વરસાદ પડ્યો છે.અને ગણદેવીમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

જ્યારે બીજી બાજુ ડાંગમાં નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે,અને છેલ્લા 24 કલાકમાં ડાંગમાં મેઘાનો મહેર જોવા મળી રહ્યો છે.નવસારી, સુરતના નદી કાંઠાના લોકોને સાવધ કરાયા છે.જ્યારે બીજી બાજુ અંબિકા, ગીરા, પૂર્ણા અને ખાપરી નદીમાં જળસ્તર વધ્યું છે.