હવે ચેતીજજો,ઘરે કોઈ વ્યક્તિ આવી વિધવા સહાય અથવા તો ગોલ્ડ લોન અપાવવાની લાલચ આપે તો બચજો,અમદાવાદ સિનિયર સિટિઝન સાથે થઈ ઠગાઈ… – GujjuKhabri

હવે ચેતીજજો,ઘરે કોઈ વ્યક્તિ આવી વિધવા સહાય અથવા તો ગોલ્ડ લોન અપાવવાની લાલચ આપે તો બચજો,અમદાવાદ સિનિયર સિટિઝન સાથે થઈ ઠગાઈ…

સમગ્ર દેશભરમાં છેતરપિંડીના મામલાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.હાલની ઈન્ટરનેટની દુનિયામાં ગઠિયાઓ ઓનલાઇન ખરીદી,બેંક સબંધિત ઓટીપી,જેકપોટ લોટરી તેમજ નોકરીની લાલચ આપી ઘણા લોકો છેતરતા હોય છે.વ્યક્તિગત માહિતી મેળવી તેઓ ગમે તે રીતે પૈસા પડાવી લેતા હોય છે.આવામાં સરકારી યોજનાને લઈને અમદાવાદમાં એક ગઠિયા ટુકડીએ પણ વૃદ્ધોને નિશાન બનાવી પૈસા પડાવ્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે.

ખાડિયામાં રહેતી વૃદ્ધ મહિલાને આયુષ્યમાન કાર્ડ કઢાવવી આપવાનું તથા ગોલ્ડ લોન કરી આપવાનું કહીને વિશ્વાસ કેળવીને ઠગ 40 હજારની સોનાની ચેઈન અને 11 હજાર રોકડા મળી કુલ રૂ.51 હજાર પડાવી પલાયન થઇ ગયો હતો.વિગતવાર જણાવીએ કે ખાડિયામાં રહેતા મનોરમાબેન પટેલ નામના વૃદ્ધા થોડા દિવસ પહેલા ઘરે હાજર હતા, તે સમયે આરોપી યુવક તેમના દીકરા ભાવિકનું નામ લઈને તેમના ઘરે આવ્યો હતો. યુવકે વૃદ્ધાને તમારું આયુષ્માન કાર્ડ કઢાવવાનું છે,

તે હું તમને કઢાવી આપીશ અને મોદી સાહેબ વિધવા પેન્શન આપે છે, તમારો વિધવા પેન્શનનો ચેક મારી પાસે આવી ગયો છે. તે ચેક જમા કરાવવા માટે તમે મારી સાથે બેંકમાં આવો અથવા મને 11,000 રોકડ ભરવાના છે. તે તમે મને આપી દો હું પોતે બેંકમાં ભરી દઈશ અને નવી બે દિવસથી ગોલ્ડ લોન મળે છે. તેથી તમને બીજા 35,000 લોન પેટે મળશે તેવી વાતો કરી હતી.વૃદ્ધાએ ગોલ્ડ લોન લેવાની ના પાડી તો મીઠી મીઠી વાતોમાં વૃદ્ધાને ફસાવ્યા હતા.

વૃદ્ધા યુવકની વાતોમાં આવી જતા પોતાની પાસે રહેલી 40 હજારની કિંમતની 12 ગ્રામ વજનની સોનાની ચેઇન અને 11 હજાર રૂપિયા રોકડ રકમ આપતા યુવક રફુચક્કર થઈ ગયો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવી રહ્યું છે કે જેવી રીતે મનોરમાબેન સાથે છેતરપીંડી કરવામાં આવી છે તેવી જ રીતે પોળમાં રહેતા ભાવનાબેન ભાવસાર, ઇલાબેન શાહ, અનિલાબેન શાહ, કુસુમબેન દુધિયા, ભાનુબેન ગોહેલ અને પુષ્પાબેન પંચાલ સાથે છેતરપિંડી થઈ હોવાનું ખુલ્યું હતું.