હવે આ દીકરા પાસે ૧૨૦ દિવસ જ છે, તેથી માતા પિતા પોતાના દીકરાને બચાવવા માટે રડી રડીને આજીજી કરી રહ્યા છે કે મારા દીકરાને બચાવી લો… – GujjuKhabri

હવે આ દીકરા પાસે ૧૨૦ દિવસ જ છે, તેથી માતા પિતા પોતાના દીકરાને બચાવવા માટે રડી રડીને આજીજી કરી રહ્યા છે કે મારા દીકરાને બચાવી લો…

માતા પિતા માટે તેમાં બાળકો ખુબજ મહત્વના હોય છે. બાળકોને કોઈ તકલીફ થાય તો માતા પિતા કયારેય શાંતિથી નથી બેસી શકતા. માતા પિતા કયારેય પોતાના બાળકોને દુઃખ કાંતો તકલીફમાં નથી જોઈ શકતા. પણ જયારે માતા પિતાને ખબર પડે કે તેમનું બાળક હવે ૧૨૦ દિવસ જ જીવન જીવશે,

તો તે માતા પિતાની શું સ્થિતિ હશે તેની કલ્પના કરવી પણ ખુબજ મુશ્કિલ છે.આવી જ એક ઘટના પટનાથી સામે આવી છે. આ દીકરાનું નામ અયાંશ છે અને તેને SMA 1 નામની ગંભીર બીમારી છે.

આ બીમારીમાં જો બાળકને સમયસર યોગ્ય સારવાર ના મળે તો તેનું મૃત્યુ થઇ જાય છે. આ બીમારીની સારવાર પણ ખુબજ મોંઘી છે. આની સારવાર માટે ૧૬ કરોડ રૂપિયાની જરૂર હોય છે. જે બાળકને પણ આ બીમારી હોય તેને આ ૧૬ કરોડ રૂપિયાનું ઈન્જેકશન આપવામાં આવે છે.

પણ અયાંશના માતા પિતા એટલા પૈસાદાર નથી કે એકલા હાથે પોતાના દીકરાને ૧૬ કરોડ રૂપિયાનું ઈન્જેકશન આપી શકે. તેની માટે તેમને લોકો પાસે મદદ માંગી હતી અને લોકોની મદદથી દીકરાની સારવાર માટે ૮ કરોડ રૂપિયા ભેગા થઇ ગયા છે.

પણ હજુ ૮ કરોડ રૂપિયાની જરૂર છે અને અયાંશ પાસે હવે ૧૨૦ દિવસનો જ સમય છે.ડોક્ટરે જણાવ્યું છે કે આ બીમારીથી પીડિત બાળકો ૨ વર્ષ સુધી જીવી શકે છે અને પછી તેમની તકલીફો વધે છે. જેના કારણે તેમનું મૃત્યુ થઇ જતું હોય છે.

હવે અયાંશ ૧૨૦ દિવસ પછી બે વર્ષનો થઇ જશે અને તેનું મૃત્યુ પણ થઇ શકે છે . માટે આજે અયાંશના માતા પિતા પોતાના દીકરાને બચાવવા માટે લોકોને દિવસ રાત આજીજી કરી રહ્યાં છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.