હવે આ ગુજરાતી કલાકાર પણ રાજકારણમાં ઉતારવાની તૈયારી,જાણો કઈ પાર્ટીમાંથી મળશે ટિકિટ…..
ગુજરાત ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં અનેક બદલાવો આવી રહ્યા છે.જ્યારથી વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ગુજરાતમાં તમામ પક્ષો પ્રચાર કરી રહ્યા છે.આ વચ્ચે એવી માહિતી મળી હતી કે લોકગાયક જીગ્નેશ કવિરાજ પણ ચૂંટણીના મેદાનમાં ઉતરવાના છે.ત્યારે ગુજરાતનાં જાણીતા લોક ગાયક જીગ્નેશ બારોટે અપક્ષ ઉમેદવાર તરીકે ખેરાલુંમાંથી ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે.
તેમની સાથેની ખાસ મુલાકાતમાં તેમણે જણાવ્યુ કે ‘હજી સુધી હું કોઇની સાથે જોડાયો નથી કે મને કોઇ પક્ષમાંથી આ માટે કોઇ ઓફોર પણ આવી નથી.’આપને જણાવી દઈએ કે લોક ગાયક જીગ્નેશ કવિરાજનું મૂળ વતન ખેરાલુ છે અને તેઓ હાલમાં કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી.તેઓ ખેરાલુ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવાના છે.
જીગ્નેશ બારોટે જણાવ્યુ કે ‘મારું વતન ખેરાલું છે એટલે એનો વિકાસ કરવા માટે મેં આ જગ્યા પસંદ કરી છે.મને તમામ સમાજનો સાથ સહકાર મળ્યો જેથી મેં આ નિર્ણય લીધો છે કે હું ખેરાલુમાં ચૂંટણી લડીશ.
સાથે તેમણે એવું પણ જણાવ્યું કે ભાજપ-કોંગ્રેસ કે આપ દરેક પક્ષના લોકો મને ઓળખે છે.પણ મને કોઈએ ઓફર કરી નથી.મેં ભાજપના ઘણા કાર્યક્રમો કર્યા પણ મને કોઈએ ટિકિટ માટેની વાત ન કરતા મેં છેલ્લે અપક્ષ લડવાનું નક્કી કર્યું છે.મારે મારા ગામ માટે મારા વતન માટે કંઈક કરવું છે તેથી હું મારા વતનથી ચૂંટણી લડવા માંગુ છું.
જિજ્ઞેશ કવિરાજએ કહ્યું કે ખેરાલુમાં વિકાસ થયો નથી.ખેરાલુ પંથકમાં ઉદ્યોગ જ નથી.રોજગારી માટે આજુબાજુ ગામના લોકોને બહાર જવું પડે છે.ગામના લોકો અહિંજ નોકરી કરી શકે એવો કોઈ ઉદ્યોગ જ નથી.તેમજ રોડ રસ્તાની સમસ્યા,પાણી,ગટરની સમસ્યા પણ છે.બેથી ત્રણ દિવસે પાણી આવતું હોય છે,ગટર લાઈનની પણ મોટી સમસ્યા છે.ચૂંટણી લડવી તે મારો વિષય જ નથી મારો વિષય ગાવાનો છે.પણ ખેરાલુના ચાહકો અગ્રણીઓએ મને ચૂંટણી લડવા માટે કહ્યું હતું.જેથી મે ચૂંટણી લડવાનો વિચાર કર્યો છે.