હવે આ ક્રિકેટર બન્યા બેરોજગાર,શોધી રહ્યા છે કામ,BCCIના પેન્શન ગુજારી રહ્યા છે પોતાનું જીવન…. – GujjuKhabri

હવે આ ક્રિકેટર બન્યા બેરોજગાર,શોધી રહ્યા છે કામ,BCCIના પેન્શન ગુજારી રહ્યા છે પોતાનું જીવન….

ક્રિકેટની દુનિયામાં પોતાની અલગ છબી બનાવનાર અને દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના ખાસ મિત્ર વિનોદ કાંબલીની આર્થિક હાલત ગગડી ગઈ છે.તે હાલ બેરોજગાર પણ છે અને કામ શોધી રહ્યા છે.તે હાલ BCCIના 30 હજાર રૂપિયાના પેન્શન પર પોતાનું જીવન ગુજારી રહ્યા છે.

વિનોદ કાંબલીએ પોતાની કારકિર્દીમાં સચિન તેંડુલકરની સાથે રેકોર્ડ 664 રનની ભાગદારી કરી હતી.ત્યારે વિનોદ કાંબલીએ 349 રન અને સચિન તેંડુલકરે 326 રન કર્યા હતા.વિનોદ કાંબલીએ પોતાના કરિયારની શરૂઆતમાં જ 7 મેચમાં 793 રન કરીને દરેક ભારતીયના હૃદયમાં પોતાનુ સ્થાન સ્થાપિત કરી દીધું હતું.જોકે હાલ તે કોઈપણ કામ કરવા તૈયાર છે.

મિડ-ડે સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ‘હું એક રિટાયર્ડ ક્રિકેટર છું અને હાલ BCCIના પેન્શન પર નિર્ભર છુ.આ માટે હું BCCIનો આભારી છું.પણ મને હાલ કામ જોઈએ છે.જેનાં કારણે હું યુવા ક્રિકેટરોને મદદ કરી શકુ.મેં ઘણી વખત અમોલ મઝુમદારને જણાવ્યુ છે કે તેઓ મુંબઈની ટીમના કોચ છે અને તેમને મારી જરૂરત હોય તો મને જણાવે.

મારેય પરિવાર છે.જેમનું મારે જ ધ્યાન રાખવાનું હોય છે.ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ પછી કોઈને પણ કામ કરવું પડતુ હોય છે.હું MCAના અધ્યક્ષને વિનંતી કરુ છુ કે જો મારી જરૂરિયાત હોય તો હું કામ કરવા તૈયાર છું.’

પોતાના લુક અને સ્ટાઈલથી ફેમસ એવા વિનોદ કાંબલી સફેદ દાઢીમાં નજર આવ્યા હતા.તેમના ગળામાં સોનાની ચેઈન નહોતી અને હાથમાં બ્રેસલેટ પણ નહોતું.આ ઉપરાંત તેમના મોબાઈલની સ્ક્રિન પણ તૂટેલી હતી.

વિનોદ કાંબલી છેલ્લે 2000ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા.ત્યારબાદ તેમણે ઘણાં પ્રોફેશન પર હાથ અજમાવ્યો.તેમણે સંજય દત્ત સાથે ફિલ્મો કરી હતી.ત્યારપછી તેમણે અમુક એડ ફિલ્મો પણ કરી હતી.છેલ્લે તે કોચિંગ પણ આપતા હતા.

કાંબલીએ આગળ કહ્યું કે ‘હું સચિન પાસેથી કોઈ જ પ્રકારની આશા રાખી રહ્યો નથી.મેં TMGA (તેંડુલકર મિડલસેક્સ ગ્લોબલ એકેડમી)નો કાર્યભાર સંભાળ્યો હતો.હું ઘણો ખુશ હતો.તે મારો સારો મિત્ર છે.તે હંમેશા મારી સાથે ઉભો રહ્યો છે.’