હવે આ કળયુગમાં પોતાના પરિવાર પર પણ ભરોસો ના કરતાં,13 વર્ષની બાળકીને પરિવારના સભ્યએ જ કરી ગર્ભવતી,નામ જાણ્યું તો બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ…
આજે કલિયુગમાં રાજ્યભરમાં યુવતીઓ,મહિલાઓ સાથે છેડતી અને દુષ્કર્મના મામલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.આજે દુષ્કર્મની ઘટનાઓમાં નાની નાની ઉંમરની છોકરીઓનો પણ સમાવેશ થતો જાય છે.હવે નાની છોકરી હોય કે યુવતી કે પછી મહિલા ઘરની બહાર તો શું ઘરમાં પણ સુરક્ષિત નથી.તાજેતરનો કિસ્સો જાણીને તમને ઉગ્ર ગુસ્સો આવી જશે.
રાજકોટથી માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.તમને જણાવીએ કે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં એક 13 વર્ષની નાની છોકરીએ એક બાળકીને જન્મ આપ્યો છે.બનાવ બનતા જાણવા મળ્યું હતું કે બાળકી દુષ્કર્મનો ભોગ બની છે.આથી પરિવારજનોએ પોલીસને ફરિયાદ કરી હતી.પોલીસે તપાસ હાથ ધરી આરોપીને જેલમાં નાખી દીધો હતો.
સમગ્ર ઘટના જણાવીએ તો આદિવાસી પરિવારની 13 વર્ષીય દીકરી તેના દાદા-દાદી સાથે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં રહેતી હતી.આવામાં તે ઘરની બહાર રોટલી લઈને ઉભી હતી.બાજુમાં રહેતા તેના મોટાબાપુની નજર આ નાની છોકરી પર બગડી હતી.તો નરાધમ મોટા બાપુએ નાની છોકરીને દાળ,શાકની લાલચ આપી તેના ઘરમાં બોલાવી હતી અને દુષ્કર્મ આચર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે નાની છોકરી આ બનાવ બાદ ઘણી ડરી ગઈ હતી.જેથી આ અંગે તેણે કોઈને કાંઈ જણાવ્યું ન હતું.તમને જણાવીએ કે સાતેક વર્ષ પહેલાં પીડિતાના પિતાનું અવસાન થયું હતું.જે બાદ માતાએ પણ તેનો સાથ છોડી બીજે ઘર કરી લીધું હતું.માતાના ચાલ્યા ગયા પછી દીકરીની સંભાળ તેના કાકા કાકી લઇ રહ્યા હતા.
તેના કાકા-કાકી પોતાનું ગુજરાન ચલાવવા ગુજરાતના હડમતાળામાં આવ્યા હતા અને ખેતમજૂરીનું કામ કરી રહ્યા હતા.આવામાં નાની છોકરીની તબિયત બગડતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.જ્યાં 13 વર્ષીય છોકરીએ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો.ઘટનાની જાણ થતાં પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુરના આઝાદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે આરોપીને પકડી જેલના હવાલે કરી દીધો છે.