હવે અમદાવાદમાં સ્ટેડિયન બાદ બનવા જઇ રહ્યું છે એરપોર્ટને ટક્કર મારે તેવું રેલવે સ્ટેશન,તસ્વીરો આવી સામે…. – GujjuKhabri

હવે અમદાવાદમાં સ્ટેડિયન બાદ બનવા જઇ રહ્યું છે એરપોર્ટને ટક્કર મારે તેવું રેલવે સ્ટેશન,તસ્વીરો આવી સામે….

તાજેતરમાં દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી.તેમાં ગુજરાત માટે વધુ એક મોટી ભેટની જાહેરાત કરવામાં આવી હતી.કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસના ભારતીય રેલવેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી.એટલું જ નહિ અમદાવાદ સાથે નવી દિલ્હી અને મુંબઈ રેલવે સ્ટેશનનો પણ પુનઃવિકાસ કરવામાં આવશે.તમને જણાવીએ કે આ સમગ્ર પ્રોજેક્ટમાં અંદાજે 10,000 કરોડનું રોકાણ સામેલ છે.

કેબિેનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે નવી દિલ્હી,અમદાવાદ અને મુંબઈ એમ ત્રણ મોટા સ્ટેશનોનો ફરી વિકાસ કરવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.આ પ્રોજેક્ટ માટે કુલ ખર્ચ 10,000 કરોડ થશે.તેમણે જણાવ્યું હતું કે રેલવે મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગને સેવા આપે છે તેથી યાત્રીઓ પર વધુ બોજ નાખવામાં આવે તે યોગ્ય નથી.

તેથી રેલવેમાં બજેટ નાણાનું રોકાણ કરવા અને સરકાર તરફથી રોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.તમામ વિચારણાના અંતે આ રેલવે સ્ટેશનોનો વિકાસ ઇપીસી મોડેલને આધારે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.તમને જણાવીએ કે 2 થી 3.5 વર્ષના સમયગાળા દરમિયાન અમદાવાદ રેલ્વે સ્ટેશન, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન, અને મુંબઈ રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે.

આ સ્ટેશનોના પુનઃવિકાસમાં મોડ્યુલર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.સુત્રો મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે અમદાવાદના રેલવે સ્ટેશનની ડિઝાઇન  મોઢેરાના સૂર્ય મંદિરના આધારે તૈયાર કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 29 અને 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં અમદાવાદ મેટ્રો ટ્રેન અને વંદે ભારત ટ્રેનનો શુભારંભ કરાવવા જઇ રહ્યા છે.