હવે,રેઈનકોટ છત્રી કાઢી રાખજો,ગુજરાતમાં આ તારીખે ગાજ-વીજ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી
હાલ ઉનાળાની સીઝન પુરી થવા જઈ રહી છે અને એવામાં આ વર્ષે ખુબ જ ગરમી પડી છે. હાલમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બની ગયું છે આ જોઈને બધા જ લોકો એવી વિચારી રહ્યા છે કે હાલ વરસાદ વરસશે અને બધા જ લોકો આગાહી વિષે પણ રાહ જોઈ રહ્યા છે.
હાલમાં આપણા અંબાલાલ પટેલે વરસાદ અંગે આ વર્ષે આગાહી કરી છે.આ વર્ષે ચોમાસુ સારું થવાની સંભાવના અંબાલાલ પટેલે કરી છે, જેમાં કેરળથી ૨૭ મેં ના રોજ નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઇ શકે છે.
આ વખતે કેરળથી ચોમાસુ ચાલુ થઇ જશે અને પછી મુંબઈમાં જશે તેના પછી દક્ષિણ ગુજરાતથી ચોમાસાની શરૂઆત થશે. આ વખતે દક્ષિણ ભારતમાં સારો વરસાદ વરસશે અને સાથે સાથે ૧૦ જૂનના રોજ મુંબઈમાં વરસાદ એન્ટ્રી મારી દેશે.
તેના પાંચ સાત દિવસમાં સુરતમાં પણ વરસાદ એન્ટ્રી લઇ લેશે અને ૨૦ તારીખ સુધીમાં આખા ગુજરાતમાં પણ સારો એવો વરસાદ વરસી જશે. હાલમાં પણ પવન સાથે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બનેલું છે. પણ મોટે ભાગે રોહિણી નક્ષત્ર પરથી એવું સાબિત કરી શકાશે.
કે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે અને આ વર્ષે આ નક્ષત્ર કેવું રહે છે.હાલમાં વરસાદ આવે એવું જ વાતાવરણ ગુજરાત ભરમાં બનેલું છે અને ૧૫ જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદ એન્ટ્રી મારશે એવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. આમ ચોમાસુ ચાલુ થયા પછી તેના વિસ જ દિવસમાં આખા ગુજરાતમાં વરસાદ ચાલુ થઇ જાય છે અને બધા જ વિસ્તારોમાં મેઘરાજા મનમુકીને વરસશે.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.