હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી આવતી આ તારીખ સુધી ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસશે. – GujjuKhabri

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી આવતી આ તારીખ સુધી ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસશે.

હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે અને છેલ્લા થોડા દિવસોથી વરસાદ ઓછો પડી રહ્યો છે. એવામાં હાલ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી છે. આ વર્ષે વરસાદ ખુબ જ સારો પડ્યો છે અને તે પ્રમાણે બધા જ જળાશયોમાં પણ પાણી પાણી થઇ ગયું છે.

એવામાં અંબાલાલ પટેલે વરસાદ વિષે આગાહી કરી છે.હાલમાં ગુજરાતભરમાં ૧૦૦ ટકા કરતા પણ વરસાદ વધારે વરસ્યો છે, એવામાં હાલ ૨૪ કલાક સુધીમાં વરસાદ વરસી શકે છે. સાથે સાથે ૩૧ ઓગષ્ટ સુધીમાં હળવાથી મધ્યમ અને છૂટો છવાયો વરસાદ વરસશે.

આપણે જાણી જ છીએ કે ચોમાસુ ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં વિદાય લેતું હોય છે. પણ આ વખતે હળવા ચક્રવાતની પણ સંભાવના છે.સપ્ટેમ્બર મહિનામાં ૮ તારીખથી ૧૧ સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતાઓ કરવામાં આવી છે,

આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ વરસશે. ૧૩ સપ્ટેમ્બર પછી પણ વરસાદ વરસશે. જેમાં ૨૮ તારીખ સુધીમાં ઘણા એવા ભાગોમાં વરસાદી માહોલ બનેલો રહેશે, ત્યારપછી ધીમે ધીમે મેઘરાજા વિદાય લેશે.

આવી જ રીતે આ વર્ષે ગુજરાતના ઘણા એવા ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને તેથી જ આ વખતે બધા જ ખેડૂતો પણ ખુબ જ ખુશ થઇ ગયા છે. હજુ થોડા સમય સુધી રાજ્યભરમાં છૂટો છવાયો વરસાદ વરસશે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.