હળવદમાં આ પરિવાર પણ આભ તૂટી પડ્યું એકસાથે ૧૨ સભ્યોનુ મૃત્યુ થઇ જતા આખા વિસ્તારમાં માતમ ફેલાઈ ગયો….. – GujjuKhabri

હળવદમાં આ પરિવાર પણ આભ તૂટી પડ્યું એકસાથે ૧૨ સભ્યોનુ મૃત્યુ થઇ જતા આખા વિસ્તારમાં માતમ ફેલાઈ ગયો…..

હાલ રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે અનેક જગ્યાએ વરસાદી માહોલ સર્જાતા અનેક મકાનો પાણીમાં ધરાશાય થયા છે ત્યારે આજે અમે તમને એક આવી જ ઘટના વિષે વાત કરવાના છીએ જેમાં હળવદ સાગર સોલ્ટ ફેક્ટરીમાં દીવાલ ધરાશાય થતા ૧૨ લોકોના મોત થયા છે.હળવદ દીવાલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૧૨ લોકોના પરિવાર જનોને કુલ ૪૮ લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા છે.જયારે બે ઈજાગ્રસ્ત લોકોને પચાસ પચાસ હજારની સહાય આપવામાં આવી છે.

દુર્ઘટનામાં મૃત્યુ પામનાર ૧૨ લોકોના પરિવાર જનોને ચાર ચાર લાખની સહાય આપવામાં આવી છે.દુર્ઘટના પગલે દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહીતના દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.હળવદ મામલતદાર અને આગેવાનોની હાજરીએ સહાય ચુકવામાં આવી છે.

જેમાં હાલ રાજ્યમાં વધારે વરસાદ પડવાથી અનેક જગ્યાએ આવી ઘટના સામે આવતી હોય છે.હાલ રાજ્યમાં અનેક જગ્યાએ અતિભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે શહેરોમાં પાણી ભરાયા છે.જયારે અનેક લોકો વધારે વરસાદ પડવાથી પાણીમાં પણ તણાયા છે.

તેવા કિસ્સા પણ સામે આવ્યા છે ત્યારે અમુક લોકો ઘરમાં સુતેલા હતા અને તેમના ઘરમાં પાણી ભરાઈ ગયા છે તેવી અનેક ઘટના સામે આવી છે.રાજ્યમાં અનેક જગ્યાએ વધારે વરસાદ છે તો અનેક જગ્યાએ વરસાદની ખેડૂતો રાહ જોઈને બેઠ્યાં છે.

ત્યારે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં નદી નાળા અને તળાવ પણ છલકાવા લાગ્યા છે.જેના લીધે અનેક લોકોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે જયારે વધારે વરસાદ પડતા હળવદમાં પણ દીવાલ ધરાશય થતા ૧૨ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.