હમ દોનો એક હી કમરે મે હે તો નુકીલી ચીજે છુપાની પડેગી,જાણો છૂટાછેડા પછી સામંથાએ પોતાના એક્સ પતિ વિષે શું કહ્યું…. – GujjuKhabri

હમ દોનો એક હી કમરે મે હે તો નુકીલી ચીજે છુપાની પડેગી,જાણો છૂટાછેડા પછી સામંથાએ પોતાના એક્સ પતિ વિષે શું કહ્યું….

સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યની પહેલી મુલાકાત સાઉથની હિટ ફિલ્મ ‘યે માયા ચેસાવે’ના શૂટિંગ દરમિયાન થઈ હતી.ગયા વર્ષે જ સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ અને સાઉથ સ્ટાર નાગા ચૈતન્યએ છૂટાછેડા લઈ લીધા હતા.છૂટાછેડા લીધા પછી બંનેએ એકબીજા વિશે વાત કરી ન હતી પરંતુ હવે પહેલીવાર સામંથાએ નાગા ચૈતન્યથી છૂટાછેડા વિશે વાત કરી છે અને તેમના સંબંધો વિશે પણ જણાવ્યું છે.

2015 માં સામંથા અને નાગા ચૈતન્યના ડેટિંગના સમાચાર હેડલાઇન્સમાં હતા અને 7 ઓક્ટોબર 2017 ના રોજ બંનેએ લગ્ન કર્યા.લગભગ ચાર વર્ષ પછી બંનેએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું અને 2021 માં બંનેએ પરસ્પર સંમતિથી તેમના માર્ગો અલગ કર્યા.હવે એક વર્ષ પછી કરણ જોહરના ટોક શો કોફી વિથ કરણની સાતમી સીઝનમાં જે ડિઝની પ્લસ હોટસ્ટાર પર પ્રસારિત થાય છે.સમન્થાએ તેમના છૂટાછેડા વિશે ખુલીને વાત કરી અને તેમની લાગણીઓ વિશે પણ વાત કરી.

જ્યારે કરણે સામંથાને પૂછ્યું કે શું તમે અને નાગા ચૈતન્યને હજુ પણ એકબીજા પ્રત્યે સખત લાગણીઓ છે.તો સામન્થાએ હા પાડી.સામંથાએ કહ્યું કે જો તમે મને અને નાગા ચૈતન્ય બંનેને એક જ રૂમમાં બંધ કરી દો તો તમારે ધારદાર વસ્તુઓ પણ છુપાવવી પડશે.સામંથાએ કહ્યું કે અત્યાર સુધી અમારી વચ્ચે વસ્તુઓ બરાબર નથી.કદાચ થોડા સમય પછી બધું ઠીક થઈ જશે.

સામંથા વિશે એવી અફવા હતી કે તેમને 250 કરોડનું ભથ્થું મળ્યું છે.આ અંગે સામંથાએ કહ્યું કે તેમને આશા છે કે કોઈ દિવસ આઈટી વિભાગ તેમનો દરવાજો ખટખટાવશે અને તેમને ત્યાં કંઈ જ નહીં મળે.