હનુમાન દાદાના આ મંદિરમાં કાગળ પર અરજી લખવાથી જ ભક્તોની માનેલી બધી મનોકામનાઓ દાદા પુરી કરે છે. – GujjuKhabri

હનુમાન દાદાના આ મંદિરમાં કાગળ પર અરજી લખવાથી જ ભક્તોની માનેલી બધી મનોકામનાઓ દાદા પુરી કરે છે.

ગુજરાતમાં મિત્રો ઘણા હનુમાન દાદાના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, દાદાના દર્શન માત્રથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે, આજે આપણે એક તેવા જ હનુમાન દાદાના મંદિર વિષે વાત કરીશું, આ હનુમાન દાદાનું મંદિર બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલું છે.

હનુમાન દાદાના આ મંદિરને હઠીલા હનુમાન દાદાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, આ મંદિરમાં એક એવી માન્યતા રહેલી છે કે ભક્તો મંદિરમાં આવીને પોતાની મનોકામના પુરી કરવા માટે એક કાગળ માં અરજી લખીને હનુમાન દાદાની મૂર્તિ આગળ મૂકે છે, તે દરેક ભક્તોની માનેલી મનોકામના હનુમાન દાદા જલ્દીથી પુરી કરતા હોય છે.

તેથી ભક્તો હજારોની સંખ્યામાં હનુમાન દાદાના દર્શને આવતા હોય છે અને તેમના જીવનમાં આવતા બધા દુઃખો દૂર કરતા હોય છે, તેથી આ હનુમાન દાદાના આ મંદિરને અનોખા મંદિર તરીકે ઓળખવામાં આવે છે, આ મંદિરની એક જ ખાસિયત રહેલી છે કે જે ભક્તો પોતાના મન ની વાત લેખિત માં લખી ને હનુમાન દાદાની મૂર્તિ આગળ મૂકે છે.

તે દરેક ભક્તોની મનોકામના હનુમાન દાદા માત્ર થોડા જ સમયમાં પુરી કરે છે, તેથી જે ભક્તો આ મંદિરમાં દર્શને આવે છે તે દરેક ભક્તો બોલપેન અને કોરું કાગળ લઈને મંદિરમાં આવે છે. હનુમાન દાદાના આ મંદિરમાં ભક્તો શનિવાર અને મંગળવારના દિવસે મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડે છે, તે દરેક ભક્તો હનુમાન દાદાના દર્શન કરીને તેમના આર્શીવાદ લે છે.