હંમેશા લોક ગાયક કિર્તીદાન ગઢવી ના ડાયરા મા જોવા મળતો કમો કોણ છે ??? શા માટે તેને દરેક.. – GujjuKhabri

હંમેશા લોક ગાયક કિર્તીદાન ગઢવી ના ડાયરા મા જોવા મળતો કમો કોણ છે ??? શા માટે તેને દરેક..

આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરીશું, જેને આજે માત્ર ગુજરાત જ નહીં પરંતુ વિશ્વ આખું ઓળખે છે. આ વ્યક્તિ એટલે ઈશ્વરનું પરમ અંશ કહી શકાય એવા મનો દિવ્યાંગ કમો. નાના બાળકથી લઈને વૃદ્ધ લોકો પણ હવે કમાને ઓળખે છે, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે આખરે કમો કોણ છે, જેને કીર્તિદાન ગઢવી સાથે ખાસ લગાવ છે. કમાં વિશે તમેં ભાગ્યે જ જાણતાં હશો.

કમો સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ તાલુકાનાં પંખી કોઠારીયા ગામ માં આવેલ સંત શ્રી વજાભગતનાં રામ રોટી આશ્રમ રહે છે. હાલમાં જ જ્યારે પુજય વજાભગત ની પુણ્યતિથિ નિમિત્તે હમણાં એક ભવ્ય ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત તેમજ દેશ વિદેશમાં જેની ખ્યાતિ છે એવા સુર ના આરાધક કિર્તીદાન ગઢવી નો ડાયરો હતો .

કમો નાનપણથી જ મંદબુદ્ધિ દિવ્યાંગ એટલે આખો દિવસ આ રામ રોટી આશ્રમમાં રહે અને આનંદ કિલ્લોળ કરે. જ્યારે આશ્રમમાં ડાયરો હતો ત્યારે કમા એ ડાન્સ કરેલો અને આ વીડિયો એટલો બધો વાઈરલ થઈ ગયો કે કમો રાતો રાત સેલિબ્રિટી બની ગયો. ખાસ વાત નાનપણથી પુજ્ય મોરારીબાપુ ની કથા હોય કે રામા મંડળ કે પછી રામધુન હોય કમા ની હાજરી એમાં ફરજીયાત.

કમો રાતોરાત લાઈમ લાઈટ માં આવી ગયો અને “કિર્તીદાન ગઢવી” હવે તો કમા ને પોતાના પ્રોગ્રામમાં ખાસ વ્યક્તિ તરીકે બોલાવે એમ કહી શકાય. ” જ્યાં કમો ત્યાં કિર્તી….” ડાયરા માં કમાનું સ્વાગત બે હજારની નોટથી સન્માન થાય અને પછી કમા ની ફરમાઈશ “રસિયો રૂપાળો ….ઘેર જવું ગમતું નથી” પછી કમો અને કિર્તીદાન એકબીજાને ભેટી પડે છે. ખરેખર કમાનું નિખાલસપણું અને તેના સ્વભાવથી આજે તે લોકોમાં આટલો પ્રિય છે કે આજે દરેક લોક ડાયરમાં તેની ખાસ હાજરી હોય છે.