સ્વયંભૂ ભુરખિયા હનુમાન દાદા આજે પણ હાજરા હજુર બિરાજમાન છે દાદાના દર્શને આવતા બધા જ ભક્તોની દાદા મનોકામના પુરી કરે છે. – GujjuKhabri

સ્વયંભૂ ભુરખિયા હનુમાન દાદા આજે પણ હાજરા હજુર બિરાજમાન છે દાદાના દર્શને આવતા બધા જ ભક્તોની દાદા મનોકામના પુરી કરે છે.

આપણા ગુજરાતમાં નાના મોટા હજારો દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે અને આ મંદિરોમાં દેવી-દેવતાઓના ઘણા એવા ચમત્કાર જોવા મળે છે. આજે પણ આ દેવી-દેવતાઓ પરચા પૂરતા રહે છે, એવા જ એક સ્વયંભૂ હનુમાન દાદાના મંદિર વિષે જાણીએ જેને ભુરખિયા હનુમાન દાદાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

આ મંદિર અમરેલીથી ૩૦ કિલોમીટર દૂર ભુરખીયામાં આવેલું છે.તમને આ મંદિર ઈન્ટરનેટ પર સર્ચ કરવાથી પણ મળી જશે, આ મંદિરમાં રોજે રોજ હજારો ભક્તો દર્શને આવે છે. દાદાના દર્શને આવતા બધા જ ભક્તોના દુઃખો દાદા દૂર કરે છે અને બધા જ ભક્તોની મનોકામનાઓ પુરી થાય છે.

ભુરખિયા હનુમાન દાદાના મંદિરના ઇતિહાસ વિષે જાણીએ, આ મંદિરમાં ભુરખિયા દાદા સ્વયંભૂ બિરાજમાન છે.દાદા વિક્રમ સાવંત ૧૬૪૨ માં આ મંદિરની જગ્યા પર જ દાદા સ્વયંભૂ થયા હતા,

અહીંયા એ વખતે એક અખાડાના સંત શ્રી દામોદર બાપુના સ્વપ્નમાં આવ્યા હતા અને એક જગ્યા બતાવી હતી અને એવું કહ્યું હતું કે, તેઓ ત્યાં સ્વયંભૂ થશે. એ સમયે મેથળા ગામમાં સાવંત ૧૬૪૨ માં દામોદર બાપુ એ ગામમાં આવ્યા હતા અને આવીને અહીંયા ધૂન ચાલુ કરી હતી.

એ સમયે રાત્રે ૧૨ વગ્યા જેવા દાદા આ જગ્યા પર સ્વયંભૂ થયા હતા, દાદા જમીનમાંથી સ્વયંભૂ થયા એટલે તેમનું નામ ભુરક્ષા નામ પડ્યું અને આ ગામનું નામ ભુરખિયા છે એટલે દાદાનું નામ પણ ભુરખિયા હનુમાન દાદા પડ્યું હતું. દાદા તેમના દર્શને આવતા બધા જ ભક્તોના દુઃખો પળમાં દૂર કરીને ભક્તોના જીવનમાં ખુશીઓ લાવી દેતા હોય છે.