સ્પામાં જતાં પુરુષો ચેતીજજો,અમદાવાદનો યુવાન સ્પામાં જતો હતો,ત્યાં કામ કરતી યુવતી સાથે પ્રેમમાં પડ્યો,પછી થયું એવું કે – GujjuKhabri

સ્પામાં જતાં પુરુષો ચેતીજજો,અમદાવાદનો યુવાન સ્પામાં જતો હતો,ત્યાં કામ કરતી યુવતી સાથે પ્રેમમાં પડ્યો,પછી થયું એવું કે

પ્રેમ આંધળો હોય છે.આ વાક્ય તો તમે ઘણીવાર સાંભળ્યું હશે.પ્રેમ ક્યાં ક્યારે અને કોની સાથે થઇ જાય છે એ કહેવું ઘણું અઘરું છે.હાલની યુવા પેઢીમાં કેટલાંક લોકો પ્રેમમાં પડ્યા બાદ પોતાના સાથી પાછળ રુપિયા લૂંટાવી દેતા હોય છે. તો કેટલાંક લોકો પ્રેમ કરીને પસ્તાતા હોય છે.આ જ હરોળમાં રાણીપ વિસ્તારના એક યુવાનને જાણ્યા સમજ્યા વિના પ્રેમ કરવો ઘણો મોઘો સાબિત થયો છે.

વાત કઇક એવી છે કે રાણીપ વિસ્તારમાં રહેતો યુવક થોડા મહિનાઓ પહેલાં સીજી રોડ પર આવેલા એક સ્પામાં ગયો હતો.આ સ્પામાં કામ કરતી અને વટવા વિસ્તારમાં રહેતી યુવતી સાથે તેનો સંપર્ક થયો હતો.એ પછી બંને વચ્ચે મિત્રતા થઈ અને મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ.પહેલા તો બધું બરાબર ચાલતું હતું.પણ યુવતીએ ધીરે ધીરે પોતાનો રંગ બતાવવાનું શરુ કર્યું હતું.

યુવતીએ યુવક પાસે રુપિયા માગ્યા હતા.ટૂકડે ટૂકડે આ યુવતીએ યુવક પાસેથી રુપિયા 2.15 લાખ જેટલી રકમ લીધી હતી.યુવતીના પ્રેમમાં પાગલ યુવકે સ્પામાં કામ કરતી આ યુવતીને બે લાખ રુપિયા જેટલા આપ્યા હતા.અત્રે નોંધનીય છે કે યુવક એક ખાનગી સ્કુલમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે.એક દિવસ બંને પ્રહલાદનગરની હોટેલમાં ગયાં હતાં.

બાદમાં બંનેએ પ્રેમનો એકરાર કરતાં યુવતીએ લગ્નની વાત કરતાં યુવકે ના પાડી હતી.આથી યુવતીએ હાથમાં બ્લેડ મારી યુવકને ફોટો મોકલ્યા હતા અને તું મારી સાથે લગ્ન કરી લે નહિતર તને ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી.તમને જણાવીએ કે આ મામલો નરોડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.જે બાદ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.