સોશિયલ મીડિયામાં નામના મેળવવા યુવક મોઢામાં રોકેટ સળગાવી દોડતો બન્યો,પોલીસે શોધખોળ હાથ ધરી… – GujjuKhabri

સોશિયલ મીડિયામાં નામના મેળવવા યુવક મોઢામાં રોકેટ સળગાવી દોડતો બન્યો,પોલીસે શોધખોળ હાથ ધરી…

ફટાકડા ફોડતી વખતે લેવાતી તકેદારીઓની અવગણનાને કારણે ઘણા અકસ્માતો થતા હોય છે.ઘણી વખત વાત મૃત્યુ સુધી પણ પોહચી જાય છે.ફટાકડા ફોડતી વખતે કઈ સાવચેતી રાખવી તે અંગે માર્ગદર્શન આપવા છતાં હાલ કોઈ ધ્યાન આપવા તૈયાર નથી.ત્યારે સોશીયલ મીડિયા પર નામના અને લાઈક મેળવવા રીલ્સ બનાવવાની ઘેલછામાં ગુજરાતના યુવકો જીવ જોખમમાં મૂકી રહ્યાં છે.

વિગતવાર જણાવીએ તો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વલસાડના એક યુવકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તે મોઢામાં રોકેટ રાખી સળગાવી રહ્યો છે અને દોડી રહ્યો છે.સોશિયલ મીડિયામાં લોક ચાહના મેળવવા માટે લોકો જીવ પર ખેલીને જાત-જાતના અખતરા કરી રહ્યા છે.સાથે સાથે પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે.

દિવાળીના તહેવાર વચ્ચે વલસાડ શહેરના સીટી પેલેસ વિસ્તારમાં રહેતા કેટલાક યુવનો ફટાકડા સાથે મશ્કરી કરતા હતા.ત્યારે એક યુવક મોઢામાં સળગતું રોકેટ મૂકીને રોડ ઉપર દોડતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.વીડિયો વાયરલ થતા પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી છે.તમને જણાવીએ કે આ રિલ્સનો ચક્કર પોલીસ માટે પણ માથાનો દુખાવો બન્યો છે.પોલીસ દ્વારા કડક પગલા લેવામાં આવતાં હોવા છતાં યુવકો જાણે કાયદાને નેવે મૂકીને જોખમ લઇ રહ્યા છે.