સોશિયલ મીડિયાની મુલાકાત લગ્ન સુધી લઇ આવી, આજે આ દંપતી એકબીજા સુખ દુઃખના સાથી બની જીવન વિતાવી રહયા છે, એક પ્રેમ એવો પણ….
કહેવાય છે કે આ દુનિયામાં સાચો પ્રેમ મળવો ખુબજ મુશ્કિલ છે, જે લોકોને સાચો પ્રેમ મળે તેમનું જીવન બદલાઈ જતું હોય છે, આજે અમે તમને એકે એવી જ પ્રેમ કહાની વિષે જણાવીશું કે જેના વિષે જાણીને તમે પણ ચોકી પડશો.
આજના સોસીયલ મીડિયાના જમાનામાં તમે ઘણા લોકોને સોશિયલ મીડિયા પર પ્રેમ થવાની ઘટના જોઈ હશે.સુરતના જૈમિનને ૨૦૧૯ માં સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવતીના પરિચયમાં આવ્યા હતા.
તેની બાદ બંનેનો પરિચય પ્રેમમાં બદલાઈ ગયો હતો. તો બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અને બંનેએ એકબીજા ના પરિવારને આ વાત જણાવી અને બંનેનો પરિવાર આ લગ્ન માટે રાજી થઇ ગયો, બનેના પરિવારે ખુબજ ધૂમધામથી લગ્ન કરાવ્યા.
જયારે જૈમિનના લગ્ન થયા ત્યારે જૈમિન સુરતમાં આંલુપુરીની લારી ચલાવતો હતો, લગ્ન પછી પોતાના પતિને મદદ કરવા માટે ધર્મિષ્ઠા પણ લારીએ આવવા લાગી અને આજે પોતાના પતિને લારી પર મદદરૂપ થઇને પોતાનું જીવન સુખેથી ચલાવી રહયા છે.
પ્રેમ આવો પણ હોય કે જે એકબીજાની સ્થિતિને સમાજે અને એકબીજાને મદદ રૂપ પણ થાય.બધા પૂર્વ સ્વાર્થી નથી હોતા.ધર્મિષ્ઠા પતિને મદદ કરવાની સાથે સાથે સાસુ સસરાનું પણ ખુબજ ધ્યાન રાખે છે, આજે બને પોત પોતાના જીવનમાં ખુબજ ખુશ છે. મોટા ભાગે સોશિયલ મીડિયા ના પ્રેમ વધારે નથી ટકતા પણ આ દંપતીએ સાબિત કરી દીધી કે આવી રીતે પણ પ્રેમ કરી શકાય છે.