સોની યુવાને પોતાનું જીવન ટૂંકાવતાં તે વિસ્તારમાં મચી ગયો ચકચાર,યુવાન પાસેથી મળી આવી ડાયરી,તેમાં લખ્યા હતા 7 નામ….. – GujjuKhabri

સોની યુવાને પોતાનું જીવન ટૂંકાવતાં તે વિસ્તારમાં મચી ગયો ચકચાર,યુવાન પાસેથી મળી આવી ડાયરી,તેમાં લખ્યા હતા 7 નામ…..

હાલ રાજ્યમાં આત્મહત્યાના કિસ્સાઓ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે.છેલ્લા થોડા જ સમયમાં અનેક લોકોએ આત્મહત્યા કરી મોત વ્હાલું કર્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે આત્મહત્યાના મામલાઓમાં યુવાનોની સંખ્યા વધારે છે.હાલમાં જ લીમડીમાં એક સોની પરિવારના યુવાનનો ભેદી સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.પરંતુ તમને જણાવીએ કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ હત્યા છે કે આત્મહત્યા??

વિગતવાર જણાવીએ તો લીંમડી શહેરના આચાર્ય શેરીમાં સોની પરિવાર રહે છે.જેમાં રહેતા 20 વર્ષીય યુવાને પોતાના જ ઘરે એકલતાનો મોકો જોઈ ગળે ફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું હતું.સુત્રો મુજબ યુવાનનું નામ જયમીનભાઈ વસંતભાઈ સોની છે.ઘટનાની જાણ થતા પરિવારે પોલીસને જાણ કરી હતી.જેના પગલે પોલીસે ઘટના સ્થળે પોહચી તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી.તપાસ કરતા પોલીસને જયમીન પાસે થી એક ડાયરી મળી હતી.

જેમા સાત નામોનો ઉલ્લેખ હતો.સાથે સાથે આ ઉપરાંત અન્ય બીજી વિગતો પણ લખેલી હતી.તમને જણાવીએ કે કેટલાક નામો પર છેકો પણ મારવામાં આવ્યો છે.પોલીસે ઘટના સ્થળની તમામ તપાસ બાદ જયમીનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં મોકલી દીધો છે.તમને જણાવીએ કે પરિવાર સાથે મોટા પ્રમાણમાં સોની સમાજના લોકો સિવિલ હોસ્પિટલમાં એકઠા થયા હતા.

નોંધનીય છે કે હજુ સુધી પોલિસ તપાસમાં એ સ્પષ્ટ નથી થયુ કે જયમીનની હત્યા કરવામાં આવી છે કે જયમીને કોઈના દબાણથી આત્મહત્યા કરી છે?સાથે સાથે એવા પણ પ્રશ્નો ઉદભવ્યા છે કે ડાયરીમાં લખેલા નામો વાળા વ્યક્તિ ઓ કેટલા અંશે જવાબદાર છે?પોલીસ તે તમામ વ્યક્તિઓને શોધી રહી છે જેમનું નામ જયમીને ડાયરીમાં લખેલું છે.પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ સાચું કારણ જાણી શકાય તેવી પોલીસે શક્યતા વ્યક્ત કરી છે.