સેનાના જવાન દેશની સેવા કરતા કરતા શહીદ થઇ ગયા તો તેમના ૯ વર્ષના દીકરાએ અગ્નિદાહ આપીને પિતાના અંતિમ સંસ્કાર કર્યા તો હાજર લોકો તે દ્રશ્યો જોઈને ભાવુક થઇ ગયા. – GujjuKhabri

સેનાના જવાન દેશની સેવા કરતા કરતા શહીદ થઇ ગયા તો તેમના ૯ વર્ષના દીકરાએ અગ્નિદાહ આપીને પિતાના અંતિમ સંસ્કાર કર્યા તો હાજર લોકો તે દ્રશ્યો જોઈને ભાવુક થઇ ગયા.

આપણે દેશના સેનાના જવાનોને જોતા હોઈએ છીએ જે દેશની સેવા કરવા માટે ચોવીસે કલાક ખડેપગે રહીને પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશની રક્ષા કરતા હોય છે, ઘણા સેનાના જવાનો દેશની સેવા કરતા કરતા શહીદ પણ થઇ જતા હોય છે, હાલમાં એક તેવા જ સેનાના જવાન શહીદ થઇ ગયા હતા, આ સેનાના જવાન રાજસ્થાનના વતની હતા.

આ જવાનનું નામ રાજેન્દ્ર પ્રસાદ હતું, આ જવાન દેશની સેવા કરતા કરતા શહીદ થઇ ગયાની જાણ પરિવારના લોકોને થઇ તો આખા પરિવારમાં જાણે શોકના વાદળો છવાઈ ગયા હોય તેવું દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું અને પરિવારના બધા લોકો ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા, ત્યારબાદ શહીદ થયેલા જવાનના પાર્થિવદેહને તેમના માદરે વતને પરત લાવવામાં આવ્યો હતો.

આ જવાનના અંતિમ સંસ્કાર શનિવારના રોજ સરકારી સન્માન સાથે કરવામાં આવ્યા હતા, આ શહીદ જવાનના પાર્થિવદેહને તેમના નવ વર્ષના દીકરાએ અગ્નિ પ્રગટાવીને તેના પિતાના રડતા રડતા અંતિમ સંસ્કાર કર્યા હતા, આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર દરેક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. જયારે જવાનનો પાર્થિવદેહ તેમના ઘરે આવ્યો તે સમયે તે દ્રશ્યો જોઈને આખું ગામ હીબકે ચડ્યું હતું.

આ જવાનનો પાર્થિવદેહ જોઈને તેમની પત્ની અને તેમની બંને દીકરીઓ પણ જોરજોરથી રડતા હતા તો ત્યાં હાજર લોકોએ પરિવારના લોકોની સાર સંભાળ લીધી હતી, ત્યારબાદ આ શહીદ જવાનના ત્રણ બાળકોએ હાથમાં ત્રિરંગો લઈને તેમના પિતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી અને પરિવારના લોકોની સાર સંભાળ રાખીને શહીદ જવાનના અંતિમ સંસ્કાર કર્યા હતા.

આ સેનાના જવાન ત્રેવીસ વર્ષ ફરજ નિભાવ્યા બાદ આજે શહીદ થયા હતા, આ સેનાના જવાન માત્ર એકવીસ વર્ષની ઉંમરમાં દેશની સેવા કરવા માટે જોડાયા હતા. આ જવાનના પિતા સેનામાંથી નિવૃત્ત થયા હતા એટલે રાજેન્દ્રને નાનપણથી જ સેનામાં જોડાવાની ઈચ્છા હતી અને મહેનત કરીને દેશની સેવા કરવા માટે જોડાયા અને સેવા કરતા કરતા શહીદ થઇ જતા પરિવારમાં દુઃખના વાદળો છવાઈ ગયા હતા.