સુરેન્દ્રનગરમાં એક યુવકનો બીજા યુવક સાથે નજીવી બાબતે ઝઘડો થઇ જતા એક યુવકને બીજા યુવક સાથે જે કર્યું તેનાથી પત્ની સહિત ત્રણ બાળકો પિતા વગરના નોધારા થઇ ગયા. – GujjuKhabri

સુરેન્દ્રનગરમાં એક યુવકનો બીજા યુવક સાથે નજીવી બાબતે ઝઘડો થઇ જતા એક યુવકને બીજા યુવક સાથે જે કર્યું તેનાથી પત્ની સહિત ત્રણ બાળકો પિતા વગરના નોધારા થઇ ગયા.

હાલમાં ઘણી અવનવી ઘટનાઓ બનતી હોય છે, ઘણી ઘટનાઓ તો એવી બનતી હોય છે તે જાણીને દરેક લોકો ચોકી ઉઠતા હોય છે, હાલમાં એક તેવી જ ઘટના સુરેન્દ્રનગર દુધની ડેરી પાછળ આવેલા મફતીયાપરામાં રહેતા બે અલગ અલગ પરિવારો વચ્ચે પચાસ હજારની લેવડ દેવડ બાબતે ઝઘડો થયો હતો.

તેથી તે ઝઘડાને શાંત કરવા માટે ગયેલા પરિવારના લોકો પર સામેના પરિવારના લોકોએ ના કરવાનું કર્યું તો એક વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું હતું. આ બનાવમાં બીજા ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, આ ઘટના વિષે વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે વઢવાણ દૂધની ડેરી પાછળ રહેતા સંજયભાઇ પનારાને તેમના જ વિસ્તારમાં રહેતા ભાવિન સોમાભાઇ કોળી નામના યુવકને ૫૦ હજારની લેવડ દેવડ બાબતે ઝઘડો થયો હતો.

તેથી તે બાબતનું ઘણું દુઃખ લાગ્યું હતું એટલે ભાવિન, રવિ અને રાહુલએ અને તેના પરિવારના લોકોએ રાતના સમયે મફતીયાપરા નજીક જઈને સંજય અને તેના પરિવારના લોકો સાથે ના કરવાનું કર્યું તો આખા વિસ્તારમાં ચકચાર મચી ગયો. આ ઘટનામાં કમલેશભાઇ પનારાને ગંભીર ઇજાઓ પહોંચી હતી એટલે સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થઇ ગયું હતું.

આ ઘટનામાં બીજા ચાર લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી, આ બનાવની જાણ બી ડિવિઝન પોલીસને થઇ તો તરત જ બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી અને બધી તપાસ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂ કરી હતી.

આ ઘટનામાં માત્ર ૫૦ હજાર રૂપિયાની લેવડ દેવડ બાબતે આ યુવકનું મૃત્યુ થઇ ગયું તો આજે યુવકના ત્રણ બાળકો અને તેમના પત્નીનો સહારો છીનવાઈ ગયો તો આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.