સુરેન્દ્રનગરના આ ડોક્ટર પ્રસંગોમાં વધેલું જમવાનું એકત્ર કરી તેનાથી ગરીબ અને ભૂખ્યા લોકોની ભૂખ શાંત કરી પુણ્યનું કામ કરે છે.
આજના સમયમાં ઘણા એવા લોકો છે કે જેમને બે ટાઈમ સરખું ખાવાનું પણ નસીબ નથી થતું અને બીજી બાજુ ઘણા પ્રસંગોમાં એટલું ખાવાનું બગાડે છે કે જેનાથી ઘણા ભૂખ્યા લોકોણ ભૂખ શાંત થઇ શકે છે. ભોજનનો આવો જ બગાડ જોઈએ કોલેજના વિધાર્થીઓ થયું કે આપણે કઈ કરવું જોઈએ.
જેથી તેમને રોબિન હુડ નામની એક સંસ્થા બનાવી હતી.જેમાં હોટલ કે કોઈ પ્રસંગમાં વધતું ખાવાનું લઈને ગરીબ અને ભૂખ્યા લોકોને આપવામાં આવતું હતું. પહેલા તો અઠવાડિયામાં એક જ વાર ગરીબ લોકોને તાજું અને સારું જમવાનું આપવામાં આવતું હતું.
પછી ધીરે ધીરે લોકોને આ કામની જાણકારી મળતાની સાથે પુણ્યના કામમાં જોડાતા ગયા. આજે આ સંસ્થા સાથે ૨૦ હજાર લોકો જોડાયેલા છે.જે દરરોજ હજારોની સંખ્યામાં ભૂખ્યા લોકોની ભૂખ શાંત કરે છે. ઘણા એવા લોકો હોય છે કે જેમને મજૂરી કર્યા પછી પણ સરખું ખાવાનું નથી મળતું અને તેમને ભૂખ્યા જ સુઈ જવું પડે છે.
આવા લોકોની તકલીફ જોઈને મેડિકલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓએ નક્કી કર્યું કે હોટલો અને પ્રસંગોમાં વધતું ખાવાનું એકત્ર કરીને આવા લોકો સુધી પહોંચાડવાનું.આંથી અન્નનો બગાડ પણ નથી થતો અને ગરીબ લોકોને સારું સાસરું ખાવાનું પણ મળી રહે છે.
આજે તેમના આ કામની ખુબજ પ્રશંશા થઇ રહી છે. આ કામમાં આજે ૨૦ હજારથી વધારે લોકો પુણ્યના કામ સાથે જોડાયેલા છે. જો દરેક લોકો આવું વિચારે તો કોઈને ભૂખ્યા જ ના રહેવું પડે.