સુરત શ્રમજીવી પરિવાર પોતાનો એકનો એક દીકરો ખોય બેસ્યા,40 ફૂટ ઊંડા ટાંકામાંથી કાઢ્યો મૃતદેહ,મોડી રાત્રે બની હતી ઘટના…. – GujjuKhabri

સુરત શ્રમજીવી પરિવાર પોતાનો એકનો એક દીકરો ખોય બેસ્યા,40 ફૂટ ઊંડા ટાંકામાંથી કાઢ્યો મૃતદેહ,મોડી રાત્રે બની હતી ઘટના….

સુરત શહેરની અંદર આવેલા નાનપુરા વિસ્તારની અંદર પાલિકાના તાલીમાં રહેતા તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ ની અંદર 40 ફૂટ ઊંડા ટાંકીની અંદર શ્રમજીવી કામદારનો મૃતદેહ મળી આવતા ભારે દોડધામ મચી ગઈ છે.ઇન્ટેકવેલ ઉપર બનાવેલા હોલ પર આડાસ ઉભી ન હોવાથી પટકાયો હોવાની આશંકા થઈ રહી છે.આ દુર્ઘટનામાં શ્રમજીવી પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો છે.

વિગતવાર જણાવીએ કે સુરત મનપા દ્વારા હાલમાં તાપી શુદ્ધિકરણ માટેની કામગીરી શરૂ છે.આ સાઇટ પર મોડી રાત્રે મંથન નામનો યુવક કામ કરી રહ્યો હતો.ત્યારે તેનો મૃતદેહ 40 ફૂટ ઊંડા ટાંકામાંથી મળી આવ્યો હતો.તમને જણાવીએ કે મંથન મહેશભાઈ વહોનિયા મૂળ દાહોદનો વતની હતો.પરિવાર સાથે સુરતમાં કામકાજ કરીને મદદરૂપ થતો હતો.

મંથન માતા-પિતાનો એકનો એક દીકરો હતો.માતા પિતા તેમજ અન્ય કામદારોની કામગીરી થોડા દિવસોથી બંધ હતી.આવામાં મંથનનો મૃતદેહ મળી આવતા કેટલાક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે.ઇન્ટેકવેલ કે જ્યાં કોઈ કામ અત્યારે થઈ રહ્યું નથી અને મંથન નામના એક કામદારનું મૃત્યુ મળી આવતા આખા વિસ્તારની અંદર ભારે ધ્રુજારી ઉત્પન્ન થઈ રહી છે.

આ ઘટના અંગે પાલિકાના ઈજનેર મૌલિક રાવે કહ્યું હતું  જે સ્થળ પર દુર્ઘટના બની છે તે સાઇડ ઉપર કામ હાલ બંધ છે. જે યુવક નું મોત થયું છે તે આ સાઈટ પર કામ કરતો નથી. મોડી રાતે એ ત્યાં શા માટે આવ્યો છે. તેની પણ અમને કોઈ જાણ થઈ નથી.  આ અંગે કાયદેસરકની કાર્યવાહી સાથે તપાસ પણ શરૂ કરવામાં આવી છે.