સુરત પોલીસે 25 કરોડની નકલી નોટો તો પકડી,પણ થયું થયું એવું કે ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર…. – GujjuKhabri

સુરત પોલીસે 25 કરોડની નકલી નોટો તો પકડી,પણ થયું થયું એવું કે ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર….

તાજેતરમાં જ સુરતના કામરેજમાંથી મોટો પ્રમાણમાં નકલી ચલણી નોટોનો જથ્થો પકડાયો છે.સુત્રો અનુસાર કામરેજમાંથી રૂપિયા 25 કરોડથી પણ વધુની નકલી ચલણી નોટોનો જથ્થો ઝડપાયો છે.આ દરમિયાન અનેક સવાલો ઉદભવ્યા છે.પોલીસે હાલ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી તેજ કરી છે.સમગ્ર મામલો જણાવીએ તો કામરેજ પોલીસનો સ્ટાફ ગુરુવારે બપોરના હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતો.

આ દરમિયાન નેશનલ હાઈવે 48 પર સ્થિત શિવશક્તિ હોટલની સામે દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની ICU એમ્બ્યુલન્સ અટકાવી તપાસ કરતા એમ્બ્યુલન્સ માંથી 6 સ્ટીલની પેટી માંથી 1290 બંડલ એમ 25.80 કરોડની 2000ના દરની રિવર્સ બૅન્ક ઓફ ઇન્ડિયા લખેલી નોટો મળી આવી હતી.તમને જણાવીએ કે નોટો ઉપર હિન્દીમાં ખાલી ફિલ્મના શુટિંગના ઉપયોગ માટે લખેલું હતુ.

આ મામલે પોલીસે હાલ આરબીઆઈના અધિરારીઓનો સંપર્ક કર્યો છે અને વિગતો માંગી છે.આ મામલે કોઈ કાર્યવાહી થઈ શકે છે કે કેમ? માહિતી પ્રમાણે આ 2000 હજારની નકલી નોટો પર RBIની જગ્યાએ ભારતીય રિસિવ બેંક લખવામાં આવ્યું હતું.ત્યારે તેમાં એક ખુલાસો કરવામાં આવ્યો છે કે ફિલ્મની શૂટિંગ માટે આ નકલી ચલણી નોટો અહીં લાવામાં આવી છે.

સાથે સાથે નોટો લાવવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો. બીજું કે, આ રીતની ચલણી નોટો છાપી શકાય કે કેમ? કોઈ સાથે છેતરપિંડી કરવા માટે તો નોટનો ઉપયોગ થવાનો હતો કે કેમ? જેવા અનેક મુદ્દાઓ પર પોલીસ હાલ તાપસ કરી રહી છે.તેમજ આ નોટ ક્યાં છપાઈ અને ક્યાં ઉદ્દશયથી છાપી એ અંગેની હકીકત વધુ તપાસ બાદ જ બહાર આવશે હાલ જિલ્લાની તમામ એજન્સીઓ આ ગુનાના તપાસમાં જોતરાઈ છે