સુરતમા સૂર્યા મરાઠી ગેંગના સાગીરત પર થયેલા ફાયરીંગ ઘટના મા થયો મોટો ખુલાસો !… – GujjuKhabri

સુરતમા સૂર્યા મરાઠી ગેંગના સાગીરત પર થયેલા ફાયરીંગ ઘટના મા થયો મોટો ખુલાસો !…

સુરતમાં દિવસે ને દિવસે અનેક પ્રકારની ઘટનાઓ સામે આવે છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે સુરતમા સૂર્યા મરાઠી ગેંગના સાગીરત પર થયેલા ફાયરીંગ ઘટના મા થયો મોટો ખુલાસો ! ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ. સૂત્ર મુજબ વેડ રોડ પર સૂર્યા મરાઠી ગેંગના પન્ટર સફી શેખ પર ફાયરીંગ ઘટના બની હતી. આ ઘટનાને લઈને ચોંકવનાર વાત સામે આવી છે.

વાત જાણે એમ છે કે, પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી લીધી છે. જેમાં 3 આરોપી બાળ ગુનેગાર છે. જોકે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી હજી પણ પોલીસ પકડથી બહાર છે. અંગત અદાવતમાં ફાયરિંગ કરાયાનું બહાર આવ્યું છે. આ તમામ ઘટનાઓ સીસીટીવીમા કેદ થયેલ. જેનાથી જાણવા મળ્યું કે, 2 બાઇક પર આવેલ 5 શખ્સોએ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો.

બાઈક પર મોઢે રૂમાલ બાંધીને આવેલા યુવકે ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં 4 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સૂર્યા મરાઠી ગેંગના પન્ટર શફી નામના યુવાન પર બાઇક પર આવેલા શૂટરોએ ફાયરીગ કરતા પોલીસ દોડતી થઇ ગઇ છે.  . પોલીસે ધટના સ્થળના સીસીટીવી ફૂટેજના આધારે શૂટરો સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી. ત્યાર બાદ 4 આરોપીઓની ધરપકડ કરી.

4 પૈકી 3 બાળ ગુનેગારને જુવેનાઇલ હોમ મોકલી આપ્યા છે જ્યારે 1 આરોપીને જેલમાં મોકલી અન્ય 1 આરોપીની શોધખોળ હાથ ધરી છે. તેમજ ફાયરીંગમા શફીને સામાન્ય ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. શફીને પેટના ભાગે ગોળી વાગતા તુરંત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની હાલત સ્થિર છે પણ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે