|

સુરતમાં ૪૪ વર્ષની મહિલાનું પેટ દિવસેને દિવસે ફૂલી રહ્યું હતું, ડોકટરોએ ઓપરેશન કર્યું તો અંદરથી નીકળ્યું એવું કે જોનારાઓની આંખો જ પહોળી થઇ ગઈ….

સુરતથી એક ખુબજ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ડોકટરોએ એક મહિલાના શરીરમાંથી કાઢી એવી વસ્તુ કે તેને જોતા જ ડોકટરોનો આંખો પણ પહોળી થઇ ગઈ, સુરતની એક ૪૪ વર્ષની મહિલાનું પેટ દિવસેને દિવસે ફૂલી રહ્યું હતું.

જેમાં પહેલા તો પરિવારના લોકોને કઈ ખબર ના પડી પણ જયારે પેટનો આકાર વધી ગયો અને મહિલાને પણ અસહ્ય દુખાવો થવા લાગ્યો.તો પરિવારના લોકો મહિલાને હોસ્પિટલમાં લઈને આવ્યા, જ્યાં મહિલાની તપાસ કરતા જાણવા મળ્યું કે મહિલાના ગર્ભની કોથળીમાં એક મોટી ગાંઠ છે.

તેમનું જેમ બંને એમ જલ્દી ઓપરેશન કરવું પડશે. પણ સૌથી મોટી સમસ્યા એ હતી કે મહિલા શરીરના એક ભાગે પેરાલીસીસ હતો અને તેને બ્લડ પ્રેસર પણ હતું, તો પણ ડોકટરોએ મહિલાનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું.

તો ડોકટરોની ટીમે ખુબજ જીણવટ પૂર્વક ઓપરેશન કર્યું અને તેમાંથી ૪ કિલોની ગાંઠ નીકળી, ગાંઠને જોતા જ બધા લોકોની આંખો પહોળી રહી ગઈ હતી, કારણ કે આજ સુધી આવડી મોટી ગાંઠ કોઈએ જોઈ નહતી. મહિલાનું ઓપરેશન સફળ થઇ જતા, તેમને નવું જીવનદાન મળ્યું છે. પરિવારના લોકો પણ ખુબજ ખુશ છે.

મહિલાને નવું જીવનદાન મળતા આખો પરિવાર ખુબજ ખુશ થઇ ગયો હતો. પરિવારના લોકોએ ડોકટરોનો ખુબજ મોટો આભાર માન્યો હતો, જો થોડું પણ મોડું કર્યું હોત તો મહિલા માટે આ ખૂબજ મોટી આફત બની શકતું હતું, પણ સમયસર મહિલાનું ઓપરેશન થઇ જતા મહિલાને નવું જીવનદાન મળ્યું હતું.

Similar Posts