સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા પિતાની મહેનત જોઈને દીકરીએ પણ દિવસ રાત મહેનત કરીને બારમા ધોરણમાં ૯૬.૨૮ ટકા મેળવીને માતાપિતાનું નામ રોશન કર્યું. – GujjuKhabri

સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા પિતાની મહેનત જોઈને દીકરીએ પણ દિવસ રાત મહેનત કરીને બારમા ધોરણમાં ૯૬.૨૮ ટકા મેળવીને માતાપિતાનું નામ રોશન કર્યું.

આજે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બારમા ધોરણનું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં સુરતનું 87.52 ટકા પરિણામ આવ્યું હતું, તેમાં મૂળ સૌરાષ્ટ્રની અને સુરતમાં રહેતી રત્નકલાકારની દીકરીએ સફળતા મેળવીને પરિવારનું નામ ગર્વથી નામ રોશન કર્યું હતું, સુરતમાં રહેતી આ દીકરીનું નામ ગોપી વઘાસિયા હતું.

ગોપી વઘાસિયાએ 96.28 ટકા મેળવીને તેના માતાપિતાનું ગૌરવ વધાર્યું હતું, ગોપીએ જણાવતા કહ્યું હતું કે જે સમયે કોરોના હતો તે સમયે હોશિયાર વિદ્યાર્થીઓએ ગ્રુપ બનાવીને આ સફળતા મેળવી હતી, આ દરેક વિધાર્થીઓને શિક્ષકો અને માતા-પિતાનો પૂરતો સાથ અને સહકાર મળ્યો હતો. માતાપિતાએ દિવસ રાત મહેનત કરીને દીકરીને ભણાવી તો આજે દીકરીનું પરિણામ જાણીને પિતા તેમની ખુશીના આંસુ રોકી જ ના શક્યા.

ગોપી વઘાસિયાને હવે આગળ સીએ બનીને તેના માતાપિતાનું નામ રોશન કરવાની ઈચ્છા છે. આ કિસ્સા વિષે વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ગુંદાશ્રી ગામમાં રહેતા ચીમનભાઈ વઘાસીયાની દીકરી ગોપીએ બારમા ધોરણમાં એ ગ્રેડ મેળવીને પરિવારનું નામ રોશન કર્યું હતું. ગોપીના પિતા ચીમનભાઈ ઘણા વર્ષોથી સુરતમાં હીરા ઘસવાનું કામ કરે છે.

તેથી ગોપીએ તેના પિતાની મહેનત જોઈને બારમા ધોરણમાં ખુબ સારી મહેનત કરી અને આજે સારું પરિણામ મેળવીને તેના માતાપિતાનું નામ આખા દેશમાં રોશન કર્યું. ગોપીને તેના પિતાને કઈંક કરી બતાવાની ઈચ્છા હતી એટલે ગોપીએ બારમા ધોરણમાં ખુબ મહેનત કરીને સારા ટકા મેળવીને પરિવારનું નામ રોશન કર્યું અને હવે સીએનો અભ્યાસ કરીને તેના જીવનમાં આગળ વધવા માટે સફળતા મેળવશે.