સુરતમાં મોટાભાઈને બચાવવા નાનાભાઈએ પણ મોતની બાજી લગાવી પણ બંને ભાઈઓ એકસાથે જીવનની બાજી હારી જતા આખા ગામમાં શોકનું મોજું ફળી વળ્યું…. – GujjuKhabri

સુરતમાં મોટાભાઈને બચાવવા નાનાભાઈએ પણ મોતની બાજી લગાવી પણ બંને ભાઈઓ એકસાથે જીવનની બાજી હારી જતા આખા ગામમાં શોકનું મોજું ફળી વળ્યું….

સુરતથી ખુબજ દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં એક જ પરિવારના બે સગા ભાઈઓનું મૃત્યુ થઇ જતા પરિવારમાં સદાયની માટે માતમ છવાઈ ગયો. આ ઘટના માંગળોર તાલુકાના મહુવેજ ગામની છે. જ્યાં એકસાથે બે ભાઈઓના મૃત્યુ થઇ જતા આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો.

બંને ભાઈઓના નામ આકાશ અને વીકાસ હતું. ઘટનાની જાણ થતા આખું ગામ ભેગું થઇ ગયું હતું.મળતી જાણકારી અનુસાર મોટો ભાઈ આકાશ ગામની બાજુ માંથી પસાર થતી કેનાલમાં પાણી ભરવા માટે ગયો હતો.

ત્યાં તેનો પગ લપસતાં તે પાણીમાં પડી ગયો હતો અને તણાવા લાગ્યો હતો. મોટા ભાઈને પાણીમાં તણાતા જોઈને નાનો ભાઈ પોતાના મોટા ભાઈને બચાવવા માટે કેનાલમાં કૂદી પડ્યો હતો પણ બંને ભાઈ પાણીમાં તણાઈ ગયા હતા.

બંને ભાઈઓનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થઇ ગયું. આની જાણકારી મળતાની સાથે જ ગામના બધા લોકો કેનાલમાં કિનારે ઉમટી પડ્યા હતા. તરત જ પોલીસને આ વાતની જાણ કરવામાં આવી હતી. ટીમે ઘટના સ્થળે પહોંચીને બંને ભાઈઓના મૃતદેહની શોધખોળ ચાલુ કરી હતી.

થોડીવારની જહેમત બાદ બંને ભાઈઓનો મૃતદેહ મળી આવ્યા હતા.બે સગા ભાઈઓનું મૃત્યુ એકસાથે થઇ જવાથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. માતા પિતા પણ કેનાલના કિનારે દોડી આવ્યા હતા અને ત્યાં બેસીને ધ્રુસકે ધ્રુસકે રડી રહયા હતા. જયારે બંને ભાઈઓની અંતિમયાત્રા નીકળી તો આખું ગામ રડી પડ્યું હતું. આ ઘટનાથી આજે આખો પરિવાર આઘાતમાં છે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.