સુરતમાં બસ ડ્રાઈવરની નાની એક ભૂલના કારણે 17 વર્ષના બાળકનું થયું અવસાન,માતા-પિતાએ બાળકને જોઈને મૃતદેહ સ્વીકારવા ના પાડી…
દિવસે-દિવસ રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે.સરકારની ઘણી જાહેરાતો છતાં વાહન ચાલકો પોતાની મરજી મુજબ વાહન ચલાવતા હોય છે.હાલમાં સુરત શહેરમાં એક હૃદય કંપાવી દે એવો અકસ્માત થયો હતો.આપણે જાણીએ છે કે સુરત શહેરમાં દોડતી બસોએ અનેક વખત પોતાની ભૂલોના કારણે નિર્દોષ વ્યક્તિઓનાં ભોગ લીધા છે.
હવે બસ ચાલકની ભૂલના કારણે 17 વર્ષના તરુણને પોતાનો જીવ ગુમાવ્યો છે.અકસ્માત બાદ બહેને પોતાનો એકનો એક ભાઈ અને માતા પિતાએ પોતાનો આધાર ગુમાવ્યો છે.સુત્રો મુજબ મૃતક યુવક મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને સુરતમાં પાંડેસરાનો રહેવાસી છે.તેના પિતા લુમ્સના કારખાનામાં તનતોડ મહેનત કરી તેને ભણાવતા હતા.
મંગળવારે રાત્રે તે ટ્યૂશન ક્લાસીસથી 8.30 કલાકે ઘરે પરત ફરી રહ્યો હતો.ત્યારે જ રોડ પરથી પસાર થતી બસમાં ચઢી રહ્યો હતો ત્યારે બસના ચાલકે પૂરઝડપે બસ ભગાડી હતી.જેના લીધે તે નીચે પટકાયો હતો.આ કારણે યુવકને ગંભીર ઈજા થઈ હતી.અકસ્માતના પગલે બસ ચાલક ઘટના સ્થળ છોડી ભાગી ગયો હતો.યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
પરંતુ તેણે દમ તોડી દીધો હતો.નવી સિવિલના પોસ્ટમોર્ટમ વિભાગ પાસે ભેગા થયેલા પરિવારજનોએ ગુસ્સામાં કહ્યું કે જ્યાં સુધી બસ ડ્રાઈવરની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અંતિમ વિધિ માટે પોતાના વ્હાલસોયાનો મૃતદેહ સ્વિકારશે નહિ.
ઘ્ર્નોન એક માત્ર દિપક હોલવાય જવાથી પરિવાર શોકમગ્ન બની ગયો છે.માતા પિતા એ પોતાના દીકરા માટે અનેક સપનાઓ જોયા હતા.કહેવાય છે કે પુત્ર અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર હતો.તે ધોરણ 10માં 80 ટકા માર્ક્સ સાથે પાસ થયો હતો.પરંતુ બસ ચાલકની લાપરવાહીના કારણે તેનું દુઃખદ નિધન થઈ ગયું.આ ઘટના અંગે હાલમાં પરિવારમાં બસ ચાલક પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.